રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએકાકી હું અહીં?
નહિ.
સહ્યાદ્રિ ડુંગરોમાંહીં નૈમિષારણ્ય આ મહાઃ
ઘટાળા વડલા, આંબા, સાગ ને શીમળા સમાં
આભને ઢાંકીને ઊભાં વૃક્ષ જ્યાં કાળથી જૂના,
વેલીએ વેલીએ જેહ સંધાયાં છે પરસ્પર.
આભથી યે વળી ઝાઝી ઢંકાઈ છે વસુંધરા,
કેર ને કાશ ને બીજી અડાબીડ વનસ્પતિ
અંગના અંચળા જેવી સોહે છે રંગની ભરી.
ભાનુનો તાપ ના આંહીં પર્ણોનાં રંધ્ર માંહીંથી
આવતાં કિરણો કેરો વ્યાપ્યો છે શાન્ત વૈભવ.
ઝંઝાના બળથી જે છે અનિરૂદ્ધ જગે, અહીં
વાયુએ તે બની નમ્ર મોંઘા દાસત્વને ગ્રહ્યું;
મંદ મંદ ડગે એમાં ભમું હું, સ્વપ્નમાં લહ્યા
વિશ્વની સાંપડી જાણે જાગ્રતિ માંહીં સિદ્ધિ આ,
મુગ્ધ આનંદની આંખે નિહાળું વન્ય રિદ્ધિ આ,
એકાકી હું અહીં? નહિ.
એકાકી તો પણે, સૌની
મધ્યમાં વસવાં તો યે હૈયાનો મેળ ના જ્યહીં.
મને તો કિંતુ લાધ્યો છે રૂડો સાથ અતીતનો,
અબ્ધિ શા ઉરમાં જેના વહે છે કલ્પનાં જલ,
અનિદ્ર આદિથી જે છે ને જે કોટિ ચક્ષુષ.
સર્વ ઇતિ તણો દ્રાષ્ટા કિંતુ ઇતિ ન જેહને,
મને તો સાથ છે એવા જ્ઞાનયોગી અતીતનો.
પગલે પગલે દોરે, દાખવે ભૂમિની કથાઃ
નાનું આ ઝરણું કેવું-
થાકેલી જાનકીજીની એણે ધોઈ હતી વ્યથા,
આજે યે સંસ્મરી જેને-નર્તે આનંદ પાગલ!
ને જો પેલી શિલા જેની શોભા છે સર્વત્યાગની,
શાન્ત હૈયે ઝીલ્યાં જેણે
પ્રિયાના વિરહે વ્યગ્ર રામનાં નેત્રનાં જલ.
આ ગુહા, જીર્ણતાની જ્યાં ઝરી છે રજ ચોગમ,
જાળાંથી પૂર્ણ, છે ભેજ, અંધારાં છે અવાવર.
એકદા આંહીંથી ઊઠી, યજ્ઞના ધૂમ્રની શિખા
વ્યાપતી'તી દિગન્તોમાં, પોતાની ગંધમાં ભરી
રેલાવ્યો'તો જગે જેણે સર્વ કલ્યાણનો ધ્વનિ.
ચરણે ચરણે ન્યાળું યુગના યુગ; આખરી
પેશવાઈ તણી સુણું ગાથા વીરત્વની ભરી,
ફેલાતાં ધસતાં જેણે રોધ્યાં પૂર વિધર્મનાં.
પામવું સ્હેલ ના તેને પામ્યો.
એકાકી હું નહિ.
દૂરથી જે જુએ તેને પોતાની મોહિની વડે
આકર્ષે, આવનારાને કાજે ધારી ભયાવહ
કાળનું રૂપ જે ડારે, તેવું યે ઘોર કાનન
મને તો દાખવે સંધે બન્યો સાકાર સુંદર.
દર્ભમાં ચરતાં ટોળાં કોમળાંગી મૃગો તણાં
ગમે, તેવી ગમે ઘેરી ગર્જના હિંસ્ત્ર પ્રાણીની.
ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ!
રેખાળી ગતિમાં કેવું સરે સૌન્દર્ય સર્પનું!
દર્શને ભવ્ય છે કોઈ, તો કોઈ સ્પર્શરમ્ય છે,
કોઈ છે શ્રવણે, કોઈ સ્વાદે, તો કોઈ ગંધથી.
અહો ! કેવું અનાયાસે
પંચ તત્ત્વો તણું મીઠું પામ્યો છું સાહચર્ય આ!
એકાકી હું નહિ નહિ.
સર્વના સંગનો આંહીં નિધિ છે રમણે ચડ્યો
ને તેમાં ખૂટતું કૈં તો
હૈયાના પ્રેમની ગાજી રે'તી આનંદઘોષણા.
ekaki hun ahin?
nahi
sahyadri Dungromanhin naimisharanya aa maha
ghatala waDla, aamba, sag ne shimla saman
abhne Dhankine ubhan wriksh jyan kalthi juna,
weliye weliye jeh sandhayan chhe paraspar
abhthi ye wali jhajhi Dhankai chhe wasundhra,
ker ne kash ne biji aDabiD wanaspati
angna anchla jewi sohe chhe rangni bhari
bhanuno tap na anhin parnonan randhr manhinthi
awtan kirno kero wyapyo chhe shant waibhaw
jhanjhana balthi je chhe aniruddh jage, ahin
wayue te bani namr mongha dasatwne grahyun;
mand mand Dage eman bhamun hun, swapnman lahya
wishwni sampDi jane jagrati manhin siddhi aa,
mugdh anandni ankhe nihalun wanya riddhi aa,
ekaki hun ahin? nahi
ekaki to pane, sauni
madhyman waswan to ye haiyano mel na jyheen
mane to kintu ladhyo chhe ruDo sath atitno,
abdhi sha urman jena wahe chhe kalpnan jal,
anidr adithi je chhe ne je koti chakshush
sarw iti tano drashta kintu iti na jehne,
mane to sath chhe ewa gyanyogi atitno
pagle pagle dore, dakhwe bhumini katha
nanun aa jharanun kewun
thakeli jankijini ene dhoi hati wyatha,
aje ye sansmri jene narte anand pagal!
ne jo peli shila jeni shobha chhe sarwatyagni,
shant haiye jhilyan jene
priyana wirhe wyagr ramnan netrnan jal
a guha, jirntani jyan jhari chhe raj chogam,
jalanthi poorn, chhe bhej, andharan chhe awawar
ekda anhinthi uthi, yagyna dhumrni shikha
wyaptiti digantoman, potani gandhman bhari
relawyoto jage jene sarw kalyanno dhwani
charne charne nyalun yugna yug; akhri
peshawai tani sunun gatha wiratwni bhari,
phelatan dhastan jene rodhyan poor widharmnan
pamawun shel na tene pamyo
ekaki hun nahi
durthi je jue tene potani mohiani waDe
akarshe, awnarane kaje dhari bhayawah
kalanun roop je Dare, tewun ye ghor kanan
mane to dakhwe sandhe banyo sakar sundar
darbhman chartan tolan komlangi mrigo tanan
game, tewi game gheri garjana hinstr pranini
Daliye Daliye uDe pankhina chhandno raw!
rekhali gatiman kewun sare saundarya sarpnun!
darshne bhawya chhe koi, to koi sparshramya chhe,
koi chhe shrawne, koi swade, to koi gandhthi
aho ! kewun anayase
panch tattwo tanun mithun pamyo chhun sahacharya aa!
ekaki hun nahi nahi
sarwna sangno anhin nidhi chhe ramne chaDyo
ne teman khutatun kain to
haiyana premni gaji reti anandghoshna

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 168)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004