wandro ane widwan - Metrical Poem | RekhtaGujarati

વાંદરો અને વિદ્વાન

wandro ane widwan

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
વાંદરો અને વિદ્વાન
ઝવેરચંદ મેઘાણી

[વસંતતિલકા]

એક જાનવર ને વિદવાન બીજો;

એવા કુભેદ કરજો અમારી વચ્ચે;

ભાળે સામ્ય અમ બેઉની વચ્ચે અંધા,

કાં કે અમે લઘુમતી, બહુસંખ્ય તેઓ!

જ્ઞાની અમો ઉભય, રે નીરખો અમારાં

ડાચાં પરે શું અંકિત દિવ્ય પ્રજ્ઞા?

પ્રેમી અમે શું કમ એકબીજાથી? બોલો!

સૌંદર્ય શું ઉભયને નયણે સ્પષ્ટ?

દૂરત્વ દુઃખ છે! પશુ ને મનુષ્યો

દૂર ધકેલી સરસાઈ બડાઈ મારે

રે માનવી અવર માનવને હટાવી;

સૌંદર્યશીલ, બહાદુર ઠરેછ પોતે.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997