nawan swapna joi - Metrical Poem | RekhtaGujarati

નવાં સ્વપ્ના જોઈ

nawan swapna joi

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
નવાં સ્વપ્ના જોઈ
હરિશ્ચંદ્ર ભટ્ટ

નવાં સ્વપ્ના જોઈ

નવાં સ્વર્ગે રાચ્યો, અવ તપન તારાં શરુ થતાં,

વીંછીડંખો, કાંટા, વનદવ અને સર્પવિષની

વ્યથા તારે માટે; નયન મહીં શાને જલ ભરે?

હવે છુટાયે શું? અવ વિનવણી કોણ સુણશે?

ઊંડા પાતાળાને ઉદધિ-દવ, લાવા સળગતો

કર્યું જેણે પોમ્પી સમ નગરને ભસ્મ સરખું,

ચિંતા-અંગારાના કનકમય સ્ફુલિંગ ઊડતા—

રખે ભૂલે એને, દહન-તપને જે કંઇ રહ્યું

બધું તારે માટે.

અરે, રે આત્મા! રુદન નહિ તારાં કદી શમે,

હવે દાન્તેના શબદ ફરીથી યાદ કરવાઃ

All hope abandon, all ye enter here...

ર૭/ર૮-૩-૪૧

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1959