રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી.
મહા જનસમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાંનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં,અને જ્યાં વદ્યાં
પુછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નિરખ્યા કર્યું. અન્યને.
(એપ્રિલ, ૧૯૩૯)
malyan wirahna anek kapra dinoni pachhi
maha janasmuhman karat marg dhire dhire,
ghaDi ghaDi anek sang kari gothDi lherthi,
badhannun patwi pachhi bahu nirantthi te malyan
ghano samay to na kani ja wadyan,ane jyan wadyan
puchhi khabar anya kok tani saw sadi sidhi
ane khabar e suni nahi suni kari beu te
akamp anbol maun mahin mook pachhan saryan,
ghaDi ghaDi uthawi nen nirakhya karyun anyne
(epril, 1939)

સ્રોત
- પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : સુન્દરમ્
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1951