રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપોઢી ઝાંખી પ્રિયભવનમાં છાંયડી પૂર્વજોની,
ત્હેમાં બેસી ગૂંથતી ઝભલાં સુન્દરી પુણ્યવન્તી;
માતાકંઠે હીંચી ઝરે ચન્દ્રિકા ચુમ્બનોની
બાળુડાની કુસુમપટ શી શ્વેત મુદ્રા હસન્તી.
ચુંબે-દાબે અમૃત નયનો માતના હસ્તલેખા,
ન્હાની આંખો અનિમિષ ઊંડુ શું આંખડીમાં નિહાળે;
પાછાં વાળે વળી વળી ધીમાં ચુંબનો માતૃરેખા,
ને સંકેલી નયનકિરણો બાળનું તેજ ભાળે.
આધે દેશો ગિરિશિખરમાં વ્યોમછાયે પડેલા,
મોંધી મૂર્તિ શ્રમિત લઈને પ્રાણમાં આવી ઊભા;
હૈયે લીધો તનય, લટને ચુંબનોથી સમારી:
જોયું ચારે દિશ સદનમાં, શૂન્ય સ્થાનો થયેલાં
ધારે કાન્તિ નવીન, ચુમતી સુન્દરી બાળશોભા:
‘વ્હાલા! વ્હાલા! પ્રણયપ્રતિમા બાળુડી આ ત્હમારી.’
poDhi jhankhi priyabhawanman chhanyDi purwjoni,
theman besi gunthti jhabhlan sundri punywanti;
matakanthe hinchi jhare chandrika chumbnoni
baluDani kusumpat shi shwet mudra hasanti
chumbe dabe amrit nayno matna hastlekha,
nhani ankho animish unDu shun ankhDiman nihale;
pachhan wale wali wali dhiman chumbno matrirekha,
ne sankeli nayanakirno balanun tej bhale
adhe desho girishikharman wyomchhaye paDela,
mondhi murti shramit laine pranman aawi ubha;
haiye lidho tanay, latne chumbnothi samarih
joyun chare dish sadanman, shunya sthano thayelan
dhare kanti nawin, chumti sundri balshobhah
‘whala! whala! pranyapratima baluDi aa thmari ’

સ્રોત
- પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : અનંતરાય રાવળ
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 2002