Suvarnpratima Sami - Metrical Poem | RekhtaGujarati

સુવર્ણપ્રતિમા સમી

Suvarnpratima Sami

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
સુવર્ણપ્રતિમા સમી
હરિશ્ચંદ્ર ભટ્ટ

સુવર્ણપ્રતિમા સમી પ્રણયમૂર્તિ મારે હતી.

વનાન્ત, ગિરિગહ્વરે, ઉદધિતીર, ખંડેરમાં

હવે વરસ કૈં જતાં પ્રણયમૂર્તિ શોધું ફરી.

અરે! નિકટ માહરી! જગતમાંહી શોધી વળ્યો?

વિશીર્ણ સહુ અંગ, ને વદન ખિન્ન, એવી અહીં

હતી પ્રતિમા ખરી, હતી પરંતુ અવશેષ શી.

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
  • વર્ષ : 1959