chhewte - Metrical Poem | RekhtaGujarati

લાગ્યું: અજાણ્યા ઘરમાં ગયો છું

પેસી. હજી તો પગ મૂકતાંમાં

રડી રડી લોચન માંહ્યા ભીંતો;

કોની કને વાત કરુંય બેસી?

ખાલી પડી દૃષ્ટ મહીં સમાતું

ના કૈં; ગઈ ચોક ભણી પુરાણે

ચબૂતરે, તેય ડી ગયો. ત્યાં

કો સ્પર્શતું લીંપણમાં રહીને

કો સ્પર્શતું લીંપણમાં રહીને

જવા કરું બ્હાર હવે હું જ્યારે.

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2