રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમયૂર પરથી ઊતર, શારદા, સિંહ ઉપર ચઢ,
દેવ તે જ દાનવ છે જો, તો તું આગે બઢ.
આ કેવું સાગરમંથન છે, જલને કોઈ ન જાણે,
સમયસર્પના બંને છેડા નરી લાલસા તાણે.
ઓ વળગ્યો છે વ્યતીતને, બસ, ઓ ભવિષ્ય ને વળગ્યો,
છે એવું સાંપ્રતમાં, સહુ એને રાખે અળગો.
તિમિરતંત્ર તોતિંગ તેજથી ડરે છેક મનમાંથી,
ઝેર જીરવી શકે ન જે, તે અમૃત જીરવે ક્યાંથી?
વીફર્યો વાસુકિ ફુત્કારી, ધુત્કારી દેશે,
ઉભય અદિતિ-દિતિ-સંતતિને
ઇતિહાસ-દંશ,
જલ થંભી જશે જડ,
તું આગે બઢ.
શાસક કુટિલ, શાસિતો સ્વાર્થ-નિમગ્ન, સચિવગણ યંત્ર,
ગોઠણભર દર્પણજલ ડૂબ્યા ઋષિ, ન દેખે મંત્ર.
અતંત્રસ ઉદ્ધત, નિયમઊફરો, લોલુપ શાસકવર્ગ,
નરકાસુરને નમન કરી આ દેવો પામ્યા સ્વર્ગ.
કુબેરનો ધનકોશ હવાલે છે દશમુખભક્ષકને,
પંપાળી રાખ્યો ઇન્દ્રે આસન હેઠે તક્ષકને.
મોરપિચ્છ પાછળ સંતાયા કવિજન કરતા નાહક બડબડ,
સિંહ ઉપર ચઢ.
પણિઓના પગ પાસે સરમા પેટ ભરીને સૂતી,
નવું શીખીને આવી છે આ નવા ઇન્દ્રની કુત્તી.
બધું પણ્ય ગણતા પણિઓ, હર ચીજની બોલે બોલી,
આખું મન આવરતી એક અફાટ હાટડી ખોલી.
કહો, ખરીદી શી કરશો? શેનાં કરશો વેચાણ?
દેહ? દેશ? મન? માન? માનવી? પ્રીત? પ્રભુ? કે પ્રાણ?
છપ્પન કોટિ ધજાભુંગળ ઉદ્ધત આ મેલી વિદ્યાના ગઢ,
તું આગે બઢ.
કાદવથી લથબથ નજરો છે, અડે ત્યાં પડે ડાઘા,
ખાલીપાએ પહેર્યા રૂપેરી પડદાના વાઘા.
કોડ ભરેલી કુમારિકા ક્યાં શિશ્નટોચથી કૂદે?
યયાતિઓના આરસ પર સપનાંનાં મસ્તક ફૂટે.
તન વેચીને વસ્ત્ર ખરીદે, મન વેચીને મોજ,
જાતથી આઘા જઈ ચલાવતા આ સહુ શેની ખોજ?
વળગી તો રતિ સળગી, આગ અશિવ આ બે આંખોની ઉજ્જડ
સિંહ ઉપર ચઢ.
કણ્વાશ્રમમાં કોણ આ પેઠો, કહે, કણ્વ, હાજર કર,
ફળ ફ્ળાદિ જે હોય તે ઘર ને શકુંતલા સાદર કર.
પછી જગોજગ માંડી એણે ગુરુપદની હર્રાજી,
તાપસનો ના તોલ, મોર-મૃગ મારો, જીતો બાજી!
ધન-ઘમંડ, સત્તા-ઘમંડ એ, – નર્યાં વૃકોદર પશુ,
એ વચ્ચી ક્રીડે ઓ એકલ, ધવલ હાસ્યભર શિશુ!
વ્યાસપીઠ પર વિદુષક જેવા આરડતા અધ્યાપક અણપઢ.
તું આગે બઢ.
બે'ક પ્રહર પહેલાં કેવું પ્રગટ્યું' તું અહીં પરોઢ,
એક હતો સૂરજ, કૃશ, જેની ન'તી જગતમાં જોડ.
સૂર્ય તૂટ્યો ને સાત રંગમાં ખણણણ તૂટ્યા અમે.
પ્રલય-મેઘધનું રૂપ અમારું, વળતું અમને દમે.
તોય નથી કોઈ વ્યગ્ર, નથી કોઈ ઉગ્ર, નથી કેસરિયો,
શબદ કાજ શિર દેતો ગુરુનો શિષ્ય છે ક્યાં તરવરિયો?
–ભલે. હવે તો જ્વલે હાથ નરસૈં-ઝાળે. ઝળહળ જરૂર
કરવો છે પાછો
મા, તારો મઢ!
સિંહ ઉપર ચઢ.
તું રાષ્ટ્રી, વસુસંગમની તું, તું ચિકિતુષી સહુ પહેલી,
અંતઃ સમુદ્રના જળમાંથી નીકળ તું વહેલી વહેલી
ઘણું અસૂરું થયું, સરસ્વતી, બહુ એકલું લાગે,
પગ બાંધી રણ માંડ્યું છે, પણ વખત વિકટ છે આગે.
સાદ અમારો સાંભળ, મા, તારો અવાજ સંભળાવ,
મેધાવી, ઋષિ, બ્રાહ્મણ, સ્નેહ-કઠોર! તું ઉગ્ર બનાવ
રુદ્રધનુષ્ય ઉઠાવ, બનાવી બાણ અમારાં,
લઢ, માણસ માટેનું જુદ્ધ લડ,
તું આગે બઢ.
શતપથ પર જન વેરવિખેર, એને હાંકે ઓ અંગિરા,
વધભવને વાળ્યાં વાગધેનુધણ, બોલે ભાંભરાં
નથી કોની આંખે આંસુ, નથી હોઠ પર હરફ,
દક્ષયજ્ઞમાં લોક આ ચાલ્યું, લઈ છાતીમાં બરફ.
શંખનાદ કર, ચાપ ચક્ર ધર, ભૂકુટિ વક્ર કર, માતા,
તું જ દક્ષિણા, તું જ દેવદાનવમર્દિની, તું ત્રાતા.
ભગ્ન વેદિમાં પ્રજ્જવળ પ્રોજ્વળ સ્વાહ!
તું ભરખંતી ભડખડ,
સિંહ ઉપર ચઢ!
mayur parthi utar, sharada, sinh upar chaDh,
dew te ja danaw chhe jo, to tun aage baDh
a kewun sagarmanthan chhe, jalne koi na jane,
samaysarpna banne chheDa nari lalsa tane
o walagyo chhe wytitne, bas, o bhawishya ne walagyo,
chhe ewun sampratman, sahu ene rakhe algo
timirtantr toting tejthi Dare chhek manmanthi,
jher jirwi shake na je, te amrit jirwe kyanthi?
wipharyo wasuki phutkari, dhutkari deshe,
ubhay aditi diti santatine
itihas dansh,
jal thambhi jashe jaD,
tun aage baDh
shasak kutil, shasito swarth nimagn, sachiwgan yantr,
gothanbhar darpanjal Dubya rishi, na dekhe mantr
atantras uddhat, niyamuphro, lolup shasakwarg,
narkasurne naman kari aa dewo pamya swarg
kuberno dhankosh hawale chhe dashamukhbhakshakne,
pampali rakhyo indre aasan hethe takshakne
morpichchh pachhal santaya kawijan karta nahak baDbaD,
sinh upar chaDh
paniona pag pase sarma pet bharine suti,
nawun shikhine aawi chhe aa nawa indrni kutti
badhun panya ganta panio, har chijni bole boli,
akhun man awarti ek aphat hatDi kholi
kaho, kharidi shi karsho? shenan karsho wechan?
deh? desh? man? man? manawi? preet? prabhu? ke pran?
chhappan koti dhajabhungal uddhat aa meli widyana gaDh,
tun aage baDh
kadawthi lathbath najro chhe, aDe tyan paDe Dagha,
khalipaye paherya ruperi paDdana wagha
koD bhareli kumarika kyan shishntochthi kude?
yayationa aaras par sapnannan mastak phute
tan wechine wastra kharide, man wechine moj,
jatthi aagha jai chalawta aa sahu sheni khoj?
walgi to rati salgi, aag ashiw aa be ankhoni ujjaD
sinh upar chaDh
kanwashramman kon aa petho, kahe, kanw, hajar kar,
phal phladi je hoy te ghar ne shakuntala sadar kar
pachhi jagojag manDi ene gurupadni harraji,
tapasno na tol, mor mrig maro, jito baji!
dhan ghamanD, satta ghamanD e, – naryan wrikodar pashu,
e wachchi kriDe o ekal, dhawal hasybhar shishu!
wyaspith par widushak jewa araDta adhyapak anpaDh
tun aage baDh
beka prahar pahelan kewun prgatyun tun ahin paroDh,
ek hato suraj, krish, jeni nati jagatman joD
surya tutyo ne sat rangman khannan tutya ame
prlay meghadhanun roop amarun, walatun amne dame
toy nathi koi wyagr, nathi koi ugr, nathi kesariyo,
shabad kaj shir deto guruno shishya chhe kyan tarawariyo?
–bhale hwe to jwle hath narsain jhale jhalhal jarur
karwo chhe pachho
ma, taro maDh!
sinh upar chaDh
tun rashtri, wasusangamni tun, tun chikitushi sahu paheli,
ant samudrna jalmanthi nikal tun waheli waheli
ghanun asurun thayun, saraswati, bahu ekalun lage,
pag bandhi ran manDyun chhe, pan wakhat wikat chhe aage
sad amaro sambhal, ma, taro awaj sambhlaw,
medhawi, rishi, brahman, sneh kathor! tun ugr banaw
rudradhnushya uthaw, banawi ban amaran,
laDh, manas matenun juddh laD,
tun aage baDh
shatpath par jan werawikher, ene hanke o angira,
wadhabhawne walyan wagdhenudhan, bole bhambhran
nathi koni ankhe aansu, nathi hoth par haraph,
dakshyagyman lok aa chalyun, lai chhatiman baraph
shankhnad kar, chap chakr dhar, bhukuti wakr kar, mata,
tun ja dakshina, tun ja dewdanawmardini, tun trata
bhagn wediman prajjwal projwal swah!
tun bharkhanti bhaDkhaD,
sinh upar chaDh!

(કવિની નોંધ : ૧. શતપથ બ્રાહ્મણમાં એક કથા છે. અંગિરસ્ ઋષિએ યજ્ઞ કર્યો. બધાંને યજ્ઞ-ભાગ આપ્યો, કેવળ સરસ્વતીને નહીં, દેવીએ, સિંહ ઉપર બેસીને યજ્ઞમાં ભાગ લેતા દેવો અને દાનવોને પરાજ્ય આપ્યો અને અંગિરસ્ને નસાડ્યા. ૨. વેદકાળમાં પણિઓ વ્યાપાર વિનિમય કરતા. ઇન્દ્રે પોતાની દૂતિ રૂપે સરમાને મોકલી. પણિઓએ સરમાને ક્ષીર આદિની લાલચ આપી, પોતાને અનુકૂળ હેવાલ ઇન્દ્રને મળે, એવી વ્યવસ્થા ગોઠવવા સૂચવ્યું. મૂળ કથામાં સરમાએ પણિઓની વાત ફેલાવી દીધી, ઇન્દ્રે પણિઓને દંડ દીધો. ૩. વાસૂક્તમાં સરસ્વતી કહે છેઃ અહં રાષ્ટ્રી, સંગમની વસૂનાં, ચિકિતુષી પ્રથમા યશિયાનામ્’ ‘અહં રુદ્રાય ધનુરાતનોમિ', ‘અહં જનાય સમદ કૃણોમિ', 'યં કામયે તમુર્ગં કૃણોમિ.’)
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 331)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004