પ્રભા પ્રકટતી હતી. સુભગરંગ કંકાવટી
ધરી કરપુટે, ઉષા હૃદયનાથ સત્કારવા
જતી નભપટે, મનોમનમહીં સમુલ્લાસતી;
અને મુદિતચિત્ત સૂર્ય રતરાગ શૃંગારમાં
ભરપદ યથૈચ્છ, રે! મિલનયોગ જામ્યો તહીં!
ન્હતાં, હૃદય આપણાં મિલનઆતુરાં શું સખી?
ન્હતી ઉછળતી નદી અટલ સ્નેહ-સિન્ધુપ્રતિ?
હતાં નિરખતાં સદા શુભ મુર્હૂત શુક્લાર્ધની
વિલાસરજની ભણી, અદૂર એ ક્ષણો યે થઈ;
અને હરિત વર્ણ મંડપ અશોકપર્ણે લચ્યો..
રચ્યા કુસુમ કુંકુમે અબિલ અક્ષતે સ્વસ્તિકો;
રહી નવ મણા કશી, ક્ષણ ન અર્ધ બાકી રહી;
તહીં જવનિકા પડી–અમ વિયોગની રાતડી!
પડી જનનીહાક રે, મિલનયોગ જામ્યો નહીં!
ખરે, જવનિકા પડી અસહયોગની માતની.
સખી! શબદ માતના; પ્રણયપુર જ્યાં ત્યાં ઠર્યાં.
ઠર્યાંજ, ન વિલોપિયાં, ઉછળતાં સદા ચે રહ્યાં
પ્રચંડ જલધોધ શાં પ્રબળવેગ; તેં ના સુણ્યાં?
હું તો ક્ષણેક્ષણે સુણું વિરહવેદના તાહરી,
હુ તા સતત નીરખું કનકકાય ફિક્કી પડી,
હું તેા અનુભવું નિતે અણસહાય તુ બ્હાવરી.
અને મુજ ગતિ, પ્રિયે? તરલ નાવ કેરી કથા?
ડુબે ડુબડુબે છતાં ડુબતી ના; સદાયે વ્યથા!
પડ્યો પરવશે હું, ને પરવશે પડી તુંય, રે-
પડી પરવશે જ ત્યાં ભરતમાત, શાં આપણે?
કદીક મળશું અને અમિલનેય વર્ષો વીતે,
વીતે સકળ જિંદગી, તદપિ દુઃખ શેનુ પ્રિયે!
—વહે હૃદયમાં સદા વિમલ ઉત્કટ સ્નેહ જો.
prabha prakatti hati subhagrang kankawti
dhari karapute, usha hridaynath satkarwa
jati nabhapte, manomanamhin samullasti;
ane muditchitt surya ratrag shringarman
bharpad yathaichchh, re! milanyog jamyo tahin!
nhtan, hriday apnan milanaturan shun sakhi?
nhti uchhalti nadi atal sneh sindhuprati?
hatan nirakhtan sada shubh murhut shuklardhni
wilasarajni bhani, adur e kshno ye thai;
ane harit warn manDap ashokparne lachyo
rachya kusum kunkume abil akshte swastiko;
rahi naw mana kashi, kshan na ardh baki rahi;
tahin jawanika paDi–am wiyogni ratDi!
paDi jannihak re, milanyog jamyo nahin!
khare, jawanika paDi asahyogni matni
sakhi! shabad matna; pranaypur jyan tyan tharyan
tharyanj, na wilopiyan, uchhaltan sada che rahyan
prchanD jaldhodh shan prabalweg; ten na sunyan?
hun to kshnekshne sunun wirahwedna tahri,
hu ta satat nirakhun kanakkay phikki paDi,
hun tea anubhawun nite anashay tu bhawri
ane muj gati, priye? taral naw keri katha?
Dube DubaDube chhatan Dubti na; sadaye wyatha!
paDyo parawshe hun, ne parawshe paDi tunya, re
paDi parawshe ja tyan bharatmat, shan apne?
kadik malashun ane amilney warsho wite,
wite sakal jindgi, tadpi dukha shenu priye!
—wahe hridayman sada wimal utkat sneh jo

સ્રોત
- પુસ્તક : સાધના (પૃષ્ઠ ક્રમાંક 20)
- સર્જક : ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
- પ્રકાશક : રમણલાલ પી સોની
- વર્ષ : 1944