Samudra na Dosh - Metrical Poem | RekhtaGujarati

સમુદ્રના દોષ

Samudra na Dosh

દલપતરામ દલપતરામ
સમુદ્રના દોષ
દલપતરામ

(વસંતતિલકા વૃત્ત)

લે છે નદી નદતણું વળિ લે બિજાનું,

વર્ષાદનું જળ લઈ ભુવને ભર્યાનું;

પીવા તૃષિત જનને પળિયે દેવું,

સિંધુ શિખ્યો કૃપણ ભૂપનું કામ એવું.

*

રે રે મૃગો નિધિતણું બહુ નીર જોઈ,

આશા ધરી નવ જશો નિધિ પાસ કોઈ;

તો બધુંય જળ સંઘરી રાખવાનું,

પામે કોઈ તરશો પળિયે પિવાનું.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002