samashya purti (paadpurti) - Metrical Poem | RekhtaGujarati

સમશ્યા પૂર્તિ (પાદપૂર્તિ)

samashya purti (paadpurti)

દલપતરામ દલપતરામ
સમશ્યા પૂર્તિ (પાદપૂર્તિ)
દલપતરામ

(મનહર છંદ)

પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો

પેરંભના હિંદુ પાદશાહ પાસે પોતે રહ્યો,

કચ્છી રજપૂત સુત સારા સરદારનો;

પિતા તેનો આવ્યો પછી સૂતની સંભાળ લેવા,

વેઠી શક્યો સુતનો વિજોગ વર્ષ ચારનો.

એને પણ એક વર્ષ રાજાજીએ રોકી રાખ્યો.

દાખે દલપત્ત સોંપ્યો ભાર કારભારનો;

પછી તે સ્વદેશ જવા પોતાનો પગાર માગે,

પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 196)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002