Samachar patra ne vinanti ('Hindustan Upar Hunarkhan ni Chadhai'No Ansh) - Metrical Poem | RekhtaGujarati

સમાચાર પત્રને વિનંતિ ('હિંદુસ્તાન ઉપર હુનરખાનની ચઢાઈ'નો અંશ)

Samachar patra ne vinanti ('Hindustan Upar Hunarkhan ni Chadhai'No Ansh)

દલપતરામ દલપતરામ
સમાચાર પત્રને વિનંતિ ('હિંદુસ્તાન ઉપર હુનરખાનની ચઢાઈ'નો અંશ)
દલપતરામ

(કવિત)

વાર વાર નમસ્કાર તને સમાચાર પત્ર,

કરૂં છું ઉચ્ચાર તે વિચાર ચિત્ત ધારજે;

સર્વ લોક હિતકાર કહેજે સમાચાર;

અર્થ તારા નામનો સમર્થ થૈ સુધારજે;

જાણીશું અપાર ઉ૫કાર તારો તો વાર,

આપશું આશીષ આવા સમામાં ઉગારજે;

જાગશે જો મંડળીક વીર દુઃખ ભાગશે તો,

લાગશે અધિક પુણ્ય તુજને અપાર જે.

(દોહરા)

વર્તમાન કાળે બની, વર્ત્તમાન જે વાત;

વર્ત્તમાન પ્રિયપત્ર તું, વેગે કર વિખ્યાત.

ચાબુકના અધિપતિ, ચિતથિ કરજે ચૂક;

ઉઠાડ મંડિળ ઊંઘથી, ચમકાવી ચાબૂક.

જઈ જામે જમશેદ તું, શુભ ભાષણનો સાર;

કહે તારા નામેરિને ચિતમાં કરે વિચાર.

દર૫ણ નામે દોસ્ત તું, જન મંડળિ જગાડ;

હાલ અવસ્થા હિંદુની, ડહાપણથી દેખાડ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002