શશી નિરખતો, અને ગગન મધ્ય ઊંડી કરી,
સુદૂર દૃગથી કુટુંબરત તારલાઓ ફરી;
સુધા વરસતી બધે, નહિં જ ભગ્ન હૈયા પરે,
ફરે તરફડે, ઠરે નહિં જ, દેહ શાથી ધરે!
प्रिया प्रियतमा गता ! જગત સર્વ ઝાંખું થયું,
ગયું સુખ, ગયું બધું, ન પણ જીવવાનું ગયું;
તજી ગઈ વિલાસિની નિજ કુરંગને, શાવને,
સૂતો મૃદુલ બાલ તાત ચરણે, ન માતા કને!
હતી કઠીન ભૂમિ શૃંગખનને સુંવાળી જરા,
ગ્રહેલ રસનાગ્રથી શયન પાસના કાંકરા;
દીસે રજકણો શમ્યા સ્ખલિત બાષ્પથી પાસમાં,
કરે તદપિ શૈત્યનું હરણ ઉષ્ણ નિઃશ્વાસમાં!
નહીં હૃદયની ભણી હૃદય એહ હાવાં વળે,
નહીં નયનને ફરી નયન તે પ્રિયાનાં મળે;
કુરંગ હતભાગ્યને ભવ અરણ્ય યાત્રા રહી
કર્યા કરવી એકલાં, વિવશ જીર્ણ અંગો વહી!
દિશા કઈ ભવિષ્યની ન કંઈ ભૂત તે સૂચવે,
પડી વિકટ વર્તમાન કુહરે રહેવું હવે;
પડી ઊચરવું, રડી ઊચરવું ઠર્યું સર્વદાઃ
પ્રિયા! હૃદયદેવતા! પ્રિયતમા! સખી નર્મદા!
કદી સ્મરણ આવતાં રુધિરનીર નેત્રે ઝરે,
દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે;
નહીં સ્વજન તેઃ સખી! સ્વજન એકલી તું હતી,
સહસ્રશાત શલ્યમાં હૃદયની પથારી થતી!
(૧ર-૧૧-૧૮૯૧ના અરસામાં)
shashi nirakhto, ane gagan madhya unDi kari,
sudur drigthi kutumbrat tarlao phari;
sudha warasti badhe, nahin ja bhagn haiya pare,
phare taraphDe, thare nahin ja, deh shathi dhare!
priya priyatma gata ! jagat sarw jhankhun thayun,
gayun sukh, gayun badhun, na pan jiwwanun gayun;
taji gai wilasini nij kurangne, shawne,
suto mridul baal tat charne, na mata kane!
hati kathin bhumi shringakhanne sunwali jara,
grhel rasnagrthi shayan pasna kankra;
dise rajakno shamya skhalit bashpthi pasman,
kare tadpi shaityanun haran ushn nishwasman!
nahin hridayni bhani hriday eh hawan wale,
nahin nayanne phari nayan te priyanan male;
kurang hatbhagyne bhaw aranya yatra rahi
karya karwi eklan, wiwash jeern ango wahi!
disha kai bhawishyni na kani bhoot te suchwe,
paDi wikat wartaman kuhre rahewun hwe;
paDi ucharawun, raDi ucharawun tharyun sarwada
priya! hridaydewta! priyatma! sakhi narmada!
kadi smran awtan rudhirnir netre jhare,
daya swajanne thatan wadan pas pani dhare;
nahin swajan te sakhi! swajan ekli tun hati,
sahasrshat shalyman hridayni pathari thati!
(1ra 11 1891na arsaman)

સ્રોત
- પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : વિનોદ અધ્વર્યુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2000