rekh - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અસ્તિત્વની કોમલ રેખ સુંદર

આંકી દીધી પીંછી તણે લહેકે,

રેખના રેલમછેલ છાંટા

મહીં ઝિલાયા સ્વર પંખીઓના,

ને મોગરાની ખીલતી સુગંધી

એના વળાંકે હસતી મહોરી,

કલ્લોલતો લોલ વિભોર એના

રંગો મહીં તરવરતો પ્રકાશે.

અસ્તિત્વની કોમલ રેખ વિસ્તરે

વિશ્વે.......

અને સૌ નિજમાં સમાવી

લાડીલી થૈ શી

મારી અહો કૂખ મહીં લપાયે!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004