tham - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાંદો, તારા, તમરાં ચૂપ,

માળે ડૂબી ઘુવડ-ઘૂક,

પાને પાને પોઢી રાત,

તળાવ જંપ્યું કહેતાં વાત.

બાંધી લીલી તરણાં ઝૂલ

ઝૂલતાં લેટ્યાં ફૂલે ફૂલ,

ઠંડો ધીરો વ્હેતો વા

મીઠા કો હૈયાની હા.

ફરતું ફરતું શમણું એક,

આવ્યું વગડે અહીંઆ છેક;

થાકયું પાકયું બોલ્યું ‘રામ!

સૂવા માટે જોઈ ઠામ.’

ટ્હૌકી ઊઠી ફૂલ–સુવાસ:

‘આવો, દઉં અંતરમાં વાસ!’

સ્રોત

  • પુસ્તક : ઉદ્ગાર (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : નલિન રાવળ
  • પ્રકાશક : રવાણી પ્રકાશન ગૃહ
  • વર્ષ : 1962