રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરહો તહીં જ સુન્દરી! મુજ નજીક ના આવશો;
રહે તહીં જ ને મને નયન બે ય મારાં ભરી
ભરી નિરખવા દિયો મૃદુલ વેલ લાવણ્યની;
વિશુદ્ધ તમ સુન્દરી! ઉછળતી ઉરે મુગ્ધતા,
કરે, ચરણ, રોમમાં વિલસતી તમારી પ્રભા, પ
મને નિરખવા દિયો નયન બે ય મારાં ભરી.
ન જાણું ક્યમ મારું હૃદય કમ્પતું લાવતાં
નજીક તમને,અને અતિશ ધન્યભાવે ઢળ્યાં
વિમુગ્ધ તમ નેત્રમાંહિ મુજ નેત્રને રોપતાં.
નથી હૃદય ચાલતું મુજ સુગાઢ આશ્લેષમાં ૧૦
સુકોમળ સમાવતાં સમદ સૌ તમારી છટા.
નથી અધરપલ્લવે ભ્રમર જેમ ગુંજી રહી,
કૃતાર્થ બનવું; નથી પ્રિય જરી ય ઓછાં તમે
પ્રિયે! હૃદયને, છતાં વિનવું ત્યાં જ રહો સુન્દરી!
હતા ઉપવને હું કાલ તમ રાહને ન્ય્હાળતો, ૧પ
તદા નિરખ્યું મેં ગુલાબ તમ શું જ ઉત્ફુલ્લ કો,
વસન્તમય વેષમાં તમ સમાન એ લાડતું,
અને તમ સમાં સ્મિતે સુતનુ છોડપેં સોહતું,
સમસ્ત સુકુમારતા તમ ધરી રહી અંગમાં,
રહ્યું વહવતું બધે સરસ ગન્ધ ઉચ્છ્વાસની. ર૦
વિલુબ્ધ તહીં હું સમીપ વિચર્યોં; અને પ્રાશતાં
સુવાસ શુચિ એહની ઉર અધીરથી, માહરાં
નિમીલિત થઈ ગયાં નયન, ને ગળી ત્યાં ગઇ
બધી ય મુજ વૃત્તિઓ અમળ એક આનન્દમાં.
અચાનક જ ત્યાં ગયાં નયન ઊઘડી માહરાં રપ
અને કુસુમ રમ્ય કેરી સુકુમાર સૌ પાંખડી
જતી વણસી મેં લહી મુજ કરે રહ્યા સ્વેદથી,
અને ખરી પડન્ત એ નિરખી ધૂસરી ધૂળમાં.
થઇ મુજ કરે ગઈ મલિન એ પનોતી પ્રભા.
સુવાસ, શુભ વર્ણ કે સુરખિ રમ્ય તેનું કશું ૩૦
રહ્યું ન; રહ્યું એકલું મુજ કરેથી ચૂંથાયલું
અહીં તહીં ખરી પડેલ મૃદુ અંગમાધુર્ય એ.
પદે લથડતે, ઉરે વિવશ ત્યાંથી હું ન્હાસિયો.
નજીક નહિ આવશો, પ્રિયતમે! રહો ત્યાં જ કે
ભરી નયન બે ય હું તમ વિશુદ્ધ લાવણ્યની ૩પ
અખંડ મૃદુતા તણા તટ પરે સદા યે વસી,
મમ સ્પરશથી અમી તમ કદી ય ડ્હોળ્યા વિના,
પ્રતિચ્છવિ સુરેખ ત્યાં મુજ સદૈવ ન્ય્હાળી રહું,
અને કઈ અધુકડાં ક્વન ગુંજી મારાં રહું.
૭ ડિસેમ્બર, ૧૯૩૪
raho tahin ja sundri! muj najik na awsho;
rahe tahin ja ne mane nayan be ya maran bhari
bhari nirakhwa diyo mridul wel lawanyni;
wishuddh tam sundri! uchhalti ure mugdhata,
kare, charan, romman wilasti tamari prabha, pa
mane nirakhwa diyo nayan be ya maran bhari
na janun kyam marun hriday kampatun lawtan
najik tamne,ane atish dhanybhawe Dhalyan
wimugdh tam netrmanhi muj netrne roptan
nathi hriday chalatun muj sugaDh ashleshman 10
sukomal samawtan samad sau tamari chhata
nathi adharpallwe bhramar jem gunji rahi,
kritarth banwun; nathi priy jari ya ochhan tame
priye! hridayne, chhatan winawun tyan ja raho sundri!
hata upawne hun kal tam rahne nyhalto, 1pa
tada nirakhyun mein gulab tam shun ja utphull ko,
wasantmay weshman tam saman e laDatun,
ane tam saman smite sutnu chhoDpen sohatun,
samast sukumarta tam dhari rahi angman,
rahyun wahawatun badhe saras gandh uchchhwasni ra0
wilubdh tahin hun samip wicharyon; ane prashtan
suwas shuchi ehni ur adhirthi, mahran
nimilit thai gayan nayan, ne gali tyan gai
badhi ya muj writtio amal ek anandman
achanak ja tyan gayan nayan ughDi mahran rap
ane kusum ramya keri sukumar sau pankhDi
jati wansi mein lahi muj kare rahya swedthi,
ane khari paDant e nirkhi dhusari dhulman
thai muj kare gai malin e panoti prabha
suwas, shubh warn ke surakhi ramya tenun kashun 30
rahyun na; rahyun ekalun muj karethi chunthayalun
ahin tahin khari paDel mridu angmadhurya e
pade lathaDte, ure wiwash tyanthi hun nhasiyo
najik nahi awsho, priyatme! raho tyan ja ke
bhari nayan be ya hun tam wishuddh lawanyni 3pa
akhanD mriduta tana tat pare sada ye wasi,
mam sparashthi ami tam kadi ya Dholya wina,
pratichchhawi surekh tyan muj sadaiw nyhali rahun,
ane kai adhukDan kwan gunji maran rahun
7 Disembar, 1934

સ્રોત
- પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : મનસુખલાલ ઝવેરી
- પ્રકાશક : આર. આર. શેઠ
- વર્ષ : 1939