re preet - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રે પ્રીત

re preet

નિરંજન ભગત નિરંજન ભગત

રે પ્રીત, તુ તો સુરલોકની સુધા

મેં એમ માની તવ એક બિન્દુ

પીધું, થઈ તૃપ્તિ ન, કિન્તુ રે ક્ષુધા

જાગી, જલ્યો કો વડવાગ્નિ સિન્ધુ!

રે પ્રીત, તું તો વનરમ્યકુંજ

મેં એમ માની કીધ જ્યાં પ્રવેશ,

રે ત્યાં દીઠો ચોગમ ભસ્મપુંજ,

રાખથી તો મુજ મ્લાન વેશ!

રે પ્રીત, તું પુષ્પિત કો વસંત,

માની લઈ હું તવ સ્પર્શ માંગી

આવ્યો કશી આશભર્યો હસંત

ત્યાં ઝાળ શી પાનખરોની લાગી!

રે પ્રીત, તું જીવન દિવ્ય દેશે

માની લઈ મેં તવ પાસ મેલી

સૌ વાસનાને, પણ મૃત્યુવેશે

તેં તો અહો, શી અળગી ધકેલી!

રે પ્રીત, ભર્તૃહરિના ફલમાં તું મૂર્ત!

રે ધિક્ તને, છલમયી! છટ, હા, તું ધૂર્ત!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 3 – નિરંજન ભગતનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : જયન્ત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981