રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરસમય બન્યો કૈં કૈં ક્રીડા પ્રદર્શનથી પ્રિયે!
વિવશ કરવા, સ્પર્શે સ્પર્શે, સગર્વ મથી પ્રિયે!
નવલ મધુરા હાસ્યે હૈયું દ્રવી શરણે ગયું,
रति વિરમવું દેવી! હાવાં બચાવ બહુ થયું.
મૃદુ મદભર્યાં ગાત્રો ત્હારાં તજી ન શકું કદા,
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા;
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું!
અધિક સુખના કાર્યે આજે નિયોગ ઠરે જરા,
વિતત કરવી પક્ષો કાન્તે! પ્રવાસ પરે જરા!
ઉડુગણ હજી ભાસે વ્યોમે સ્હવાર પડે નહીં,
ત્યમ વિચરવું વેગેથી ત્યાં વિમોહમયી મહીં!
નિજ સદનમાં શય્યા મધ્યે નિહાળીશ મિત્રને,
ચપલ દૃગથી જોશે શોધી સમાગમ ચિત્રને;
પ્રહર પણ આજે વીતે તે જ એક જ અંતનો,
જનનદિન છે આજે તારા પ્રિયે! બલવંતનો!
સ્ફુરિત કરજે સ્વપ્ન આવું સખિ! હળવે રહી–
સુહૃદ પળતો રાત્રિમાં જયાં પરિક્રમણે વહી!
વિમલ કુસુમો વર્ષે હર્ષે સુમિશ્રિત વિસ્મયે,
ત્વરિત નિરખે ત્યાં બાલા બે રસાલ નવી વયે.
લલિત નમનેથી ‘આયુષ્માન્’ થવા વરદાન દે,
“જય જય” તણાં મીઠે કંઠે વળીવચનો વદે;
કરી અભિનયે અંગોની કૈં સુકોમલતા છતી,
જલધિજલના તારાઓમાં પડી ઊતરી જતી.
સ્વન મધુરતા વાદ્યે જેવી પ્રશાંત થતાં વધે,
પરિમલ જતાં આઘે અંગો મહીં પ્રસરે બધે;
સહજ હળવે તેવી રીતે પ્રબોધ થવો ઘટે,
અસર સુખની ઉંડી જેથી નહીં સહસા મટે!
રવિકિરણને રંગી લેજે મનોહર રંગમાં!
મૃદુ પવનનાં મોજાં દેજે સુશીતલ સંગમાં!
વિજય સરખો દર્શાવીને મહોત્સવ સૃષ્ટિએ!
પ્રણય ઠરતો જોજે હર્ષ પ્રકાશિત દૃષ્ટિએ!
નજર જ પડે તેવામાં જો કદી પ્રતિમા ભણી,
તરત બદલી દેવી તારે પ્રભા નયનો તણી;
વદન હમણાં સામે જાણે હસી અભિનન્દશે,
પ્રકટિત થતાં સ્નેહ સ્નેહી સખા અભિનન્દશે.
શુચિ હૃદયનાં સૌહાર્દોની સખિ! અધિદેવતા!
પ્રણયમય આ વિશ્વે બાલે! તને સહુ સેવતા;
રતિરસ બધે રેલાવીને ફરી વળજે પ્રિયે!
સદય રહીને ક્યારે ક્યારે મ્હાને મળજે પ્રિયે!
(રર-૧૦-૧૮૯૦)
rasmay banyo kain kain kriDa prdarshanthi priye!
wiwash karwa, sparshe sparshe, sagarw mathi priye!
nawal madhura hasye haiyun drwi sharne gayun,
rati wiramawun dewi! hawan bachaw bahu thayun
mridu madbharyan gatro tharan taji na shakun kada,
wiral kachthi achchhadine prasann rahun sada;
nayan namnan, griwa dholi, lalat suhamanun,
awirat phari chumbi chumbi kritarth nahin ganun!
adhik sukhna karye aaje niyog thare jara,
witat karwi paksho kante! prawas pare jara!
uDugan haji bhase wyome shwar paDe nahin,
tyam wicharawun wegethi tyan wimohamyi mahin!
nij sadanman shayya madhye nihalish mitrne,
chapal drigthi joshe shodhi samagam chitrne;
prahar pan aaje wite te ja ek ja antno,
janandin chhe aaje tara priye! balwantno!
sphurit karje swapn awun sakhi! halwe rahi–
suhrid palto ratriman jayan parikramne wahi!
wimal kusumo warshe harshe sumishrit wismye,
twarit nirkhe tyan bala be rasal nawi waye
lalit namnethi ‘ayushman’ thawa wardan de,
“jay jay” tanan mithe kanthe waliwachno wade;
kari abhinye angoni kain sukomalta chhati,
jaladhijalna taraoman paDi utri jati
swan madhurta wadye jewi prshant thatan wadhe,
parimal jatan aaghe ango mahin prasre badhe;
sahj halwe tewi rite prabodh thawo ghate,
asar sukhni unDi jethi nahin sahsa mate!
rawikiranne rangi leje manohar rangman!
mridu pawannan mojan deje sushital sangman!
wijay sarkho darshawine mahotsaw srishtiye!
prnay tharto joje harsh prakashit drishtiye!
najar ja paDe tewaman jo kadi pratima bhani,
tarat badli dewi tare prabha nayno tani;
wadan hamnan same jane hasi abhinandshe,
praktit thatan sneh snehi sakha abhinandshe
shuchi hridaynan sauhardoni sakhi! adhidewata!
pranaymay aa wishwe bale! tane sahu sewta;
ratiras badhe relawine phari walje priye!
saday rahine kyare kyare mhane malje priye!
(rar 10 1890)

સ્રોત
- પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : વિનોદ અધ્વર્યુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2000