prnay kalah - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિધુ! ક્યમ વક્ર દીસે, શું રૂઠયો,

રમતાં પ્રણયે પ્રિય વાદળીથી?

બની ખંડિત આમ રહ્યો અળગો,

જરી માન, પ્રિયા સમું કોઈ નથી. 1

અહીં ઝીણી વાદળી દીન બની,

વિરહે તવ મ્લાન ધરી વસનો,

વિનવે પિયુને બહુ તેજસૂની,

‘પ્રિય, માન મૂકો, કરથી ગ્રહી લ્યો. 2

ઘટે રૂઠીને તજવી સ્વકીયા,

ઘટે રસ સીંચન મહીમાં;

મૃદુતા ગઈ ક્યાં, ક્યમ દૂર રહ્યા?

પ્રિય, પાય પડી રીઝવે દુ:ખીયાં' 3

નહિ સ્વર્ગીય તેજ અનર્થ જશે,

તુજ ભાવ ભર્યાં દ્રવતાં ઉરમાં;

બન ધન્ય લપેટીને પ્રાણપ્રિયા.

અહીં જો સખિનાં નયનાં વરસે. 4

સ્રોત

  • પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : 2