રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવિધુ! ક્યમ વક્ર દીસે, શું રૂઠયો,
રમતાં પ્રણયે પ્રિય વાદળીથી?
બની ખંડિત આમ રહ્યો અળગો,
જરી માન, પ્રિયા સમું કોઈ નથી. 1
અહીં આ ઝીણી વાદળી દીન બની,
વિરહે તવ મ્લાન ધરી વસનો,
વિનવે પિયુને બહુ તેજસૂની,
‘પ્રિય, માન મૂકો, કરથી ગ્રહી લ્યો. 2
ન ઘટે રૂઠીને તજવી સ્વકીયા,
ન ઘટે રસ સીંચન આ મહીમાં;
મૃદુતા ગઈ ક્યાં, ક્યમ દૂર રહ્યા?
પ્રિય, પાય પડી રીઝવે દુ:ખીયાં' 3
નહિ સ્વર્ગીય તેજ અનર્થ જશે,
તુજ ભાવ ભર્યાં દ્રવતાં ઉરમાં;
બન ધન્ય લપેટીને પ્રાણપ્રિયા.
અહીં જો સખિનાં નયનાં વરસે. 4
widhu! kyam wakr dise, shun ruthyo,
ramtan pranye priy wadlithi?
bani khanDit aam rahyo algo,
jari man, priya samun koi nathi 1
ahin aa jhini wadli deen bani,
wirhe taw mlan dhari wasno,
winwe piyune bahu tejsuni,
‘priy, man muko, karthi grhi lyo 2
na ghate ruthine tajwi swakiya,
na ghate ras sinchan aa mahiman;
mriduta gai kyan, kyam door rahya?
priy, pay paDi rijhwe duhkhiyan 3
nahi swargiy tej anarth jashe,
tuj bhaw bharyan drawtan urman;
ban dhanya lapetine pranapriya
ahin jo sakhinan naynan warse 4
widhu! kyam wakr dise, shun ruthyo,
ramtan pranye priy wadlithi?
bani khanDit aam rahyo algo,
jari man, priya samun koi nathi 1
ahin aa jhini wadli deen bani,
wirhe taw mlan dhari wasno,
winwe piyune bahu tejsuni,
‘priy, man muko, karthi grhi lyo 2
na ghate ruthine tajwi swakiya,
na ghate ras sinchan aa mahiman;
mriduta gai kyan, kyam door rahya?
priy, pay paDi rijhwe duhkhiyan 3
nahi swargiy tej anarth jashe,
tuj bhaw bharyan drawtan urman;
ban dhanya lapetine pranapriya
ahin jo sakhinan naynan warse 4
સ્રોત
- પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004
- આવૃત્તિ : 2