પ્રભો! અન્તર્યામી! જીવન જીવના! દીનશરણા!
પિતા! માતા! બન્ધુ! અનુપમ સખા! હિતકરણ!
પ્રભા, કીર્તિ, કાન્તિ, ધન, વિભવ - સર્વસ્વ જનના!
નમું છું, વન્દું છું, વિમલમુખ સ્વામી જગતના!
સહુ અદ્ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નિરખું;
મહાજ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું;
દિશાની ગુફાઓ, પૃથિવિ, ઊંડું આકાશ ભરતો,
પ્રભો! તે સૌથીયે પર પરમ તું દૂર ઊડતો.
પ્રભો! તું આદિ છે. શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન-પ્રલયે નાથ! તું જ છે :
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી-પાપીનું શિવસદન કલ્યાણ તું જ છે.
પિતા છે એકાકી જડ સકલ ને ચેતન તણો,
ગુરુ છે, મ્હોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો :
ત્રણે લોકે, દેવા! નથી તુજ સમો અન્ય, ન થશે,
વિભુરાયા! તુંથી અધિક પછી તો કોણ જ હશે?
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિશે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો :
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ! નમસ્કાર જ હજો.
અસત્યો માંહીથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અન્ધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ! લઈ જા.
તું હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.
પિતા! પેલો આઘે જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકલ નદનાં તે ગમ વહે :
વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી
દયાના, પુણ્યોના તુજ પ્રભુ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઉચરું,
કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું,
સ્વભાવે, બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમા દૃષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.
prbho! antaryami! jiwan jiwana! dinasharna!
pita! mata! bandhu! anupam sakha! hitakran!
prabha, kirti, kanti, dhan, wibhaw sarwasw janna!
namun chhun, wandun chhun, wimalmukh swami jagatna!
sahu adbhutoman tuj swarup adbhut nirkhun;
mahajyoti jewun nayan shashi ne surya sarkhun;
dishani guphao, prithiwi, unDun akash bharto,
prbho! te sauthiye par param tun door uDto
prbho! tun aadi chhe shuchi purush puran tun ja chhe,
tun srishti dhare chhe, srijan pralye nath! tun ja chhe ha
amara dharmono aharnish gopal tun ja chhe,
apapi papinun shiwasdan kalyan tun ja chhe
pita chhe ekaki jaD sakal ne chetan tano,
guru chhe, mhoto chhe, jankul tano pujya tun ghano ha
trne loke, dewa! nathi tuj samo anya, na thashe,
wibhuraya! tunthi adhik pachhi to kon ja hashe?
wase brahmanDoman, am ur wishe was wasto,
tun agheman aaghe, pan samipman nitya hasto ha
namun aatma Dhali, naman lalti deh namjo,
namun koti ware, wali prabhu! namaskar ja hajo
asatyo manhithi prabhu! param satye tun lai ja;
unDa andharethi prabhu! param teje tun lai ja;
maha mrityumanthi amrit samipe nath! lai ja
tun hino hun chhun to tuj darasnan dan dai ja
pita! pelo aaghe jagat wintto sagar rahe,
ane wege pani sakal nadnan te gam wahe ha
waho ewi nitye am jiwanni sarw jharni
dayana, punyona tuj prabhu! mahasagar bhani
thatun je kayathi, ghaDik ghaDi wanithi ucharun,
kriti indriyoni, muj man wishe bhaw ja smarun,
swbhawe, buddhithi, shubh ashubh je kanik karun,
kshama drishte jojo, tuj charanman nathji! dharun

સ્રોત
- પુસ્તક : કેટલાંક કાવ્યો (ભાગ ૨જો) (પૃષ્ઠ ક્રમાંક 95)
- સર્જક : ન્હાનાલાલ દલપતરામ કવિ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1928
- આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ