રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમને આપે આપો હૃદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં ધર્માર્થ સ્ફુરતાં.
અહા જેને કાજે શિવધનુષ ભંજી, પરશુના
પ્રહર્તાનો વ્હોર્યો પ્રલય સમ ક્રોધાગ્નિ વિષમ,
વળી જેને કાજે વનવન મહીં મંગળ રચ્યાં,
અને જેને કાજે કપટમૃગની કીધી મૃગયા;
હરાતાં જે, આંખો ભરી ભરી કશાં આંસુ બહવ્યાં,
અને નાથ્યો અબ્ધિ, દશશિર શું સંગ્રામ રચિયો,
અને જેને પાછી નિજ હૃદય સેાડે ગ્રહી સુખે
વિમાને આરેાહી, પુનિત અભિષેકે નિજ કરી
સુભાગી સામ્રાજ્ઞી, વિપુલ વિભવોની સહચરી.
અને જેના જેના મૃદુ મૃદુલ હા દોહદ કશા
પુછ્યા પ્રીછ્યા મીઠા અમૃત વચને, ને અવનવા
જગાવ્યા ઉત્સાહો સહચરણ ઉલ્લાસ રસના.
ક્ષણુમાં તેને રે નિજ અનુજની સંગ વનમાં
વિદા કીધી, રે રે મુખ નિરખવા યે નવ ચહ્યું,
હતી જે પેાતાનુ અવર ઉર, જે અમ્રત સમી
હતી અંગે અંગે, નયનદ્વયની કૌમુદી હતી-
અરે તેને જોવા ચિરવિરહ-આરંભસમયે
-જરા જોઈ લેવા મન નવ કર્યું, માત્ર ઉરને
કર્યું એવું, જેવો કઠિન પણ ગ્રાવા નવ બને.
અને જે જેતાએ દશશિરની સામે કપિદલો
લિધાં સંગે, તેણે અવ ન નિજ સંગે જન ગ્રહ્યું,
અને એકાકીએ પ્રિયવિરહનો અગ્નિ જિરવ્યો,
પચાવ્યોને ભાર્યો હૃદયપુટ જે માંહિ, અહ તે
કશું કૂણું ને હા, કશું કઠિન તે વજ્જર સમું!
મને કોઈ આપો હૃદય પ્રભુ તે રાધવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં દિવ્યાર્થ સ્ફુરતાં.
(ઑગસ્ટ, ૧૯૪૦)
mane aape aapo hriday prabhu te raghaw tanun,
taji jene sita wipal mahin dharmarth sphurtan
aha jene kaje shiwadhnush bhanji, parashuna
prhartano whoryo prlay sam krodhagni wisham,
wali jene kaje wanwan mahin mangal rachyan,
ane jene kaje kapatamrigni kidhi mrigaya;
haratan je, ankho bhari bhari kashan aansu bahawyan,
ane nathyo abdhi, dashshir shun sangram rachiyo,
ane jene pachhi nij hriday seaDe grhi sukhe
wimane areahi, punit abhisheke nij kari
subhagi samragyi, wipul wibhwoni sahachri
ane jena jena mridu mridul ha dohad kasha
puchhya prichhya mitha amrit wachne, ne awanwa
jagawya utsaho sahachran ullas rasna
kshanuman tene re nij anujni sang wanman
wida kidhi, re re mukh nirakhwa ye naw chahyun,
hati je peatanu awar ur, je amrat sami
hati ange ange, naynadwayni kaumudi hati
are tene jowa chirawirah arambhasamye
jara joi lewa man naw karyun, matr urne
karyun ewun, jewo kathin pan grawa naw bane
ane je jetaye dashashirni same kapidlo
lidhan sange, tene aw na nij sange jan grahyun,
ane ekakiye priyawirahno agni jirawyo,
pachawyone bharyo hridayput je manhi, ah te
kashun kunun ne ha, kashun kathin te wajjar samun!
mane koi aapo hriday prabhu te radhaw tanun,
taji jene sita wipal mahin diwyarth sphurtan
(augast, 1940)

સ્રોત
- પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 12)
- સર્જક : સુન્દરમ્
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1951