રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો[૧]
(શિખરિણી)
અહો, નાનાં અંગો!
શું કે સર્વે રંગો જગતભરના આંહિ ભરિયા,
ઉષા, સન્ધ્યા, પુષ્પો, વિહગ, નભનાં વાદળ થકી
ગ્રહ્યા વીણી વીણી મૃદુલ કરથી, જ્યોતિ લપકી,
અહીં નાનાં અંગે સચર પ્રભુએ પાય ધરિયા,
અનંતે વૈવિધ્યે,
પ્રભુના સાન્નિધ્યે, કુસુમભવનોમાં વિહરતું,
કુંળી પાંખોવાળુ, પરમ મૃદુતાના અણુ સમું,
અહો, શું ઊડે આ મુખથી ખરિયું હાસ્ય પ્રભુનું!
હશે ક્ષુદ્રે દેહે સફળ ક્યમ એ જીવ્યું કરતું? ૧૦
(પૃથ્વી)
શું એ મનુજઆંખને રિઝવી હર્ષને આપવા,
ઉડે કુસુમ એકથી અવર પે રસો ચાખવા?
ભરી ઉદર જીવવું, અવર કામ એને ન શું?
નહીં; નહિ જ, એમ જીવન ન એહને રૂચતું!
(સોરઠા)
પ્રજળે દીપકજ્યોત, પ્રજળે ઉરમાં ઝંખના,
દીપક જ્યેાતે અંગ હોમે પ્રાણ પતંગિયુ.
[ર]
(શિખરિણી)
અહો, કેવી આંખો!
અને આ શી પાંખો ગગનતલને બાથ ભરતી!
બધા ભાવોઃ સત્તા, વિજય, ગરિમા, ઉચ્ચતમતા-
તણી આ મૂર્તિ શું પ્રગટ, પ્રભુ કેવા રચિયતા ર૦
હશે જેણે સર્જી પ્રખર બળની રુદ્ર મુરતિ!
ઊંડાં તે આકાશે,
દિગન્તોની પાસે, ગિરિવરતણાં ઉચ્ચ શિખરે
અહો, જેને રહેવાં, ઉડણ કરવાં, નિત્ય ભમવું
મહા વેગે, તીણા સ્વરથી સઘળું વિશ્વ દમવું,
મદોન્મત્તો એવો ગરુડ જગમાં કેમ વિહરે?
(પૃથ્વી)
શું એ નિજ દમામથી જગતજીવને શક્તિનો,
સદા નિજ વિહાર શુદ્ધ ગિરિશીર્ષ ઉત્તુંગનો,
દઈ પ્રખર પાઠ, ઉચ્ચ શિખવાડતો જીવવું?
નહીં, નહિ જ, ભાવ એ પ્રખર કયાંથી ભૂખ્યા કને? ૩૦
(સોરઠા)
ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખીડું,
હૈયું ચીરી, ક્રર ભરખે બીજાં ને ગરુડ.
[3]
(શાર્દુલ)
જીવે એક ચુસી રસો કુસુમના, ડંખે ય ત્યાં ના પડે,
બીજો જીવન કાજ જીવ ભરખી ત્રાસે ભરે સૃષ્ટિને,
રે, સૃષ્ટિક્રમ જીવવા અને સંહારવાના ખરો,
કે અર્પી નિજ દેહને પ્રણયના ખોળે સુવાનો ખરો?
(ર૯ જાન્યુઆરી, ૧૯૩ર)
[1]
(shikharini)
aho, nanan ango!
shun ke sarwe rango jagatabharna aanhi bhariya,
usha, sandhya, pushpo, wihag, nabhnan wadal thaki
grahya wini wini mridul karthi, jyoti lapki,
ahin nanan ange sachar prbhue pay dhariya,
anante waiwidhye,
prabhuna sannidhye, kusumabhawnoman wiharatun,
kunli pankhowalu, param mridutana anu samun,
aho, shun uDe aa mukhthi khariyun hasya prabhunun!
hashe kshudre dehe saphal kyam e jiwyun kartun? 10
(prithwi)
shun e manujankhne rijhwi harshne aapwa,
uDe kusum ekthi awar pe raso chakhwa?
bhari udar jiwawun, awar kaam ene na shun?
nahin; nahi ja, em jiwan na ehne ruchtun!
(sortha)
prajle dipkajyot, prajle urman jhankhna,
dipak jyeate ang home pran patangiyu
[ra]
(shikharini)
aho, kewi ankho!
ane aa shi pankho gaganatalne bath bharti!
badha bhawo satta, wijay, garima, uchchatamta
tani aa murti shun pragat, prabhu kewa rachiyta ra0
hashe jene sarji prakhar balni rudr murati!
unDan te akashe,
digantoni pase, giriwaratnan uchch shikhre
aho, jene rahewan, uDan karwan, nitya bhamawun
maha wege, tina swarthi saghalun wishw damawun,
madonmatto ewo garuD jagman kem wihre?
(prithwi)
shun e nij damamthi jagatjiwne shaktino,
sada nij wihar shuddh girishirsh uttungno,
dai prakhar path, uchch shikhwaDto jiwwun?
nahin, nahi ja, bhaw e prakhar kayanthi bhukhya kane? 30
(sortha)
uthe tini chees, panje pakaDyun pankhiDun,
haiyun chiri, krar bharkhe bijan ne garuD
[3]
(shardul)
jiwe ek chusi raso kusumna, Dankhe ya tyan na paDe,
bijo jiwan kaj jeew bharkhi trase bhare srishtine,
re, srishtikram jiwwa ane sanharwana kharo,
ke arpi nij dehne pranayna khole suwano kharo?
(ra9 janyuari, 193ra)

સ્રોત
- પુસ્તક : કાવ્યમંગલા (પૃષ્ઠ ક્રમાંક 49)
- સર્જક : સુન્દરમ્
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1933