રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવૈશાખની શશિમુખી સખિ! પંચમીનો
છે આજ દિન તુજ ને મુજ લગ્ન કેરો;
મોંઘો વળી વળી હલે! પ્રતિવર્ષ આવે,
ને વિસ્મર્યું સ્મરણ કાંઇ રસીલું લાવે.
કોલાહલે મનુજ જીવનને ભરીને
ગંભીર ઘેરું ભવસાગર કાંઈ ગાજે;
એ આગ પી વિચરતી મનુ કેરી સૃષ્ટિ,
પ્રારબ્ધપંથ ધપતી પ્રભુના પ્રયાણે.
તું ખેલતી ફુલવતી તટવાટિકામાં,
હું ઊગતો તટ તણા ગિરિરાજ ભેદી;
હા! એકદા ધવલ વેળુ વિશે કિનારે
ભેગા મળ્યાં, અણચિતાં રમવાં જ લાગ્યાં.
કીધાં પછી સુભગ મંદિર કલ્પનાનાં,
ત્હેમાં અનુપ રસની પધરાવી મૂર્તિ;
વ્હાલી! તૃષાજ્વલિત લોચન એમ ઠાર્યાં,
ત્હોયે ઊણું કંઇક અન્તરમાંહી ભાસ્યું.
ઊઠ્યાં, ઊઠાડી દૃગ આપણી પૃથ્વીમાંથી,
દીઠી વડી જીવનના જલધિની ઊર્મિ;
જાગ્યું કઈંક સખિ! દર્શન એહ લેતાં,
જાગ્યું અમોલું કઈંક ભાવવતું અનામી.
દીધો કરે કર, વર્યાં વધુ ઉચ્ચગામી,
ને આદરી રસિલી! આચરવા પ્રતિજ્ઞા;
સંઘટ્ટી ચન્દની ઘડી મનવેગી હોડી,
ત્હેમાં મહાસફર સારવવા ઠરાવ્યું.
વ્હાલી! વસન્ત જતી જીવનની વહે છે,
સંજીવની પ્રબળ શક્તિ હવે શમે છે;
ને મન્દ મન્દ પડતી દૃગ ઊર્ધ્વગામી,
ત્હોયે હજી જલધિ ઊતરવો રહ્યો છે.
શું શું કીધું? નથી નિરર્થક સન્ધું જીવ્યાં;
જો વેળુમાં ભવપટે પદપંક્તિ પાડી
રહેશે ઘડીક, ઘડી કોઈકને જણાશે,
ને સારગ્રાહી જન આશિષ કોક દેશે.
waishakhni shashimukhi sakhi! panchmino
chhe aaj din tuj ne muj lagn kero;
mongho wali wali hale! pratiwarsh aawe,
ne wismaryun smran kani rasilun lawe
kolahle manuj jiwanne bharine
gambhir gherun bhawsagar kani gaje;
e aag pi wicharti manu keri srishti,
prarabdhpanth dhapti prabhuna pryane
tun khelti phulawti tatwatikaman,
hun ugto tat tana giriraj bhedi;
ha! ekda dhawal welu wishe kinare
bhega malyan, anachitan ramwan ja lagyan
kidhan pachhi subhag mandir kalpnanan,
theman anup rasni padhrawi murti;
whali! trishajwlit lochan em tharyan,
thoye unun kanik antarmanhi bhasyun
uthyan, uthaDi drig aapni prithwimanthi,
dithi waDi jiwanna jaladhini urmi;
jagyun kaink sakhi! darshan eh letan,
jagyun amolun kaink bhawawatun anami
didho kare kar, waryan wadhu uchchgami,
ne aadri rasili! acharwa prtigya;
sanghatti chandni ghaDi manwegi hoDi,
theman mahasphar sarawwa tharawyun
whali! wasant jati jiwanni wahe chhe,
sanjiwni prabal shakti hwe shame chhe;
ne mand mand paDti drig urdhwgami,
thoye haji jaldhi utarwo rahyo chhe
shun shun kidhun? nathi nirarthak sandhun jiwyan;
jo weluman bhawapte padpankti paDi
raheshe ghaDik, ghaDi koikne janashe,
ne saragrahi jan ashish kok deshe
waishakhni shashimukhi sakhi! panchmino
chhe aaj din tuj ne muj lagn kero;
mongho wali wali hale! pratiwarsh aawe,
ne wismaryun smran kani rasilun lawe
kolahle manuj jiwanne bharine
gambhir gherun bhawsagar kani gaje;
e aag pi wicharti manu keri srishti,
prarabdhpanth dhapti prabhuna pryane
tun khelti phulawti tatwatikaman,
hun ugto tat tana giriraj bhedi;
ha! ekda dhawal welu wishe kinare
bhega malyan, anachitan ramwan ja lagyan
kidhan pachhi subhag mandir kalpnanan,
theman anup rasni padhrawi murti;
whali! trishajwlit lochan em tharyan,
thoye unun kanik antarmanhi bhasyun
uthyan, uthaDi drig aapni prithwimanthi,
dithi waDi jiwanna jaladhini urmi;
jagyun kaink sakhi! darshan eh letan,
jagyun amolun kaink bhawawatun anami
didho kare kar, waryan wadhu uchchgami,
ne aadri rasili! acharwa prtigya;
sanghatti chandni ghaDi manwegi hoDi,
theman mahasphar sarawwa tharawyun
whali! wasant jati jiwanni wahe chhe,
sanjiwni prabal shakti hwe shame chhe;
ne mand mand paDti drig urdhwgami,
thoye haji jaldhi utarwo rahyo chhe
shun shun kidhun? nathi nirarthak sandhun jiwyan;
jo weluman bhawapte padpankti paDi
raheshe ghaDik, ghaDi koikne janashe,
ne saragrahi jan ashish kok deshe
સ્રોત
- પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : અનંતરાય રાવળ
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 2002