રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય,’
તમારું વાકય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે;
જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે?
જાણે જે જાતને તે યે જણાવે નહિ અન્યને.
તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું માન રાખવા;
જાણું–ના જાણું હું તો યે મથું ‘જાત જણાવવા.’
જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએ
શૂદ્ર છું: કલ્પનામાંહે ક્ષત્રિયે હું બનું વળી.
શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી,
બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી.
શાળાને છોડી ને જ્યારે ‘શાળાની બહેન’ને વર્યો;
ગાર્હસ્થ્યે આશ્રમ જ્યેષ્ઠે તદા પ્રેમે હું સંચર્યો.
પ્રભુતામાં ધર્યા પાદ, પૃથ્વીને રસ-પાટલે;
પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.
દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું,
પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું.
વર્ણાશ્રમતણા આમ બધા હું ધર્મ પાળતો,
જાળવવા મથું નિત્યે આર્ય સંસ્કૃતિ વારસો.
અરિને મોદ અર્પન્તુ દ્રવ્ય અર્પન્તુ વૈદ્યને
વ્હાલાંને અર્પતું ચિંતા, મને પીડા સમર્પતું,
પૃથ્વી યે ખેંચતી જેને બહુ જોર થકી નહિ,
ભારહીણું મને એવું ઈશે શરીર આપિયું,
રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું,
એવું શરીર આ મારું, દવાઓથી ઘડાયલું.
સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું!
વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યોં,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યોં.
ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.
વૃત્તિ મારી સદા એવી હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માંગે, મળ્યે, માગ્યું ય ના ગમે!
સાહિત્ય સંગીત કલા વિષે મેં
ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.
ગાઉં ન હું, કારણ માત્ર તેનું
આવે દયા કે સુણનાર કાનની.
કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે
હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કર્યું ન કોઈએ.
સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,
પાડી છીંડું નાનકું એક ત્યાં હું
ખૂણે ઊભો; કાતર ફેંકી દીધી!
દેહ દાતણના જેવો, મન મર્કટના સમું
આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.
નાના રૂપ ધરી હું એમ ખિલવું માયામયી સૃષ્ટિને,
ખેલું ખેલ અનન્ત શાન્ત જગમાં દિક્કાલને કંદુકે.
હું ચૈતન્યચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો,
જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી.
કુંજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી.
નિદ્રાભંગ કરંત શ્વાન ભસતાં, તે યે ક્રિયા માહરી.
દાતા હું જ સુવર્ણચંદ્રતણો, લેનાર યે હું જ છું,
હું ફૂટસ્થ, અનસ્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.
રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,
મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે!
‘tamari jatno aapo tame jate parichay,’
tamarun wakay e wanchi mane ashcharya upje;
jatne jani chhe kone ke hun jani shakun, sakhe?
jane je jatne te ye janawe nahi anyne
tathapi puchhta tyare, mitranun man rakhwa;
janun–na janun hun to ye mathun ‘jat janawwa ’
janme brahman, writtiye waishya ne hun prawrittiye
shoodr chhunh kalpnamanhe kshatriye hun banun wali
shaishwe khelto khelo, shalaman bhanto wali,
brahmcharyashrme tyare sthiti mari gani hati
shalane chhoDi ne jyare ‘shalani bahen’ne waryo;
garhasthye ashram jyeshthe tada preme hun sancharyo
prabhutaman dharya pad, prithwine ras patle;
paygambar prabhu kera padharya be pachhi grihe
dinnan karya atopi wanaprasth anubhawun,
parkan kaam aawe tyan sannyasi hun bani rahun
warnashramatna aam badha hun dharm palto,
jalawwa mathun nitye aarya sanskriti warso
arine mod arpantu drawya arpantu waidyne
whalanne arpatun chinta, mane piDa samarpatun,
prithwi ye khenchti jene bahu jor thaki nahi,
bharhinun mane ewun ishe sharir apiyun,
rog ne swasthyni nitye ranbhumi bani rahyun,
ewun sharir aa marun, dawaothi ghaDayalun
soti ne shikshko kera shala manhe samagme
widya ne wedna be mein ek sathe ja melawyan
man kelawwa mate deh widyalye puryo,
man kintu rahyun na tyan, brahmanDo bhatki walyun!
widyane pamwa pahelan, arthno wyay mein karyon,
pachhithi arthne kaje widyawikray adaryon
gharman hoy na kani, kshudha tyare satawti,
bharyun bhanun nihaline bhookh mari mari jati
writti mari sada ewi hoy te na chahe kadi,
hoy na te sada mange, malye, magyun ya na game!
sahitya sangit kala wishe mein
dhari ruchi, kintu na siddhi aawi
gaun na hun, karan matr tenun
awe daya ke sunnar kanni
karyun hatun ek ja wel jiwne
apurw mein nritya wina pryase
hun ekda marg pare nirante,
ughaDpade pharto hato tyan
ardhi baleli biDi kok murkhe
phenki hati te par pad mukyo
ane pachhi nritya karyun na koie
sahityni kantakwaD bhedwa
kare grhi katar kawya keri,
paDi chhinDun nanakun ek tyan hun
khune ubho; katar phenki didhi!
deh datanna jewo, man markatna samun
atma kintu ganun maro waDo brahmanD jewDo
nana roop dhari hun em khilawun mayamyi srishtine,
khelun khel anant shant jagman dikkalne kanduke
hun chaitanychuDamani sakal aa brahmanD wyapi rahyo,
je dekhay, sunay, thay jagman, te sarw mara thaki
kunje kokil kujti kalarwe te nad maro nki
nidrabhang karant shwan bhastan, te ye kriya mahri
data hun ja suwarnchandratno, lenar ye hun ja chhun,
hun phutasth, anast brahm, mujthi na bhinn leshe kashun
rajjuman sarpni bhranti thay, tem tane sakhe,
mahajyoti parabrahm dise jyotindr ha dawe!

સ્રોત
- પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
- પ્રકાશક : વોરા એન્ડ કંપની
- વર્ષ : 1966
- આવૃત્તિ : 2