mane joine uDi jatan pakshione - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને જોઈને ઊડી જતાં પક્ષીઓને

mane joine uDi jatan pakshione

કલાપી કલાપી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
કલાપી

રે પંખીડાં, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,

શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી ગાય, તેવો હું છું

ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. ૧

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,

ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે;

રે રે! તોયે કુદરતી મળી ટેવ બ્હીવા જનોથી,

છો બ્હીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં માની. ર

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો, હા!

પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ તો જનોના!

દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,

રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. ૩

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ