રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી,
બ્રહ્માંડને પોષી રહી તે દૃષ્ટિ અહીંયે છે નકી,
તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું,
તુજ નેત્ર આગળ દીવડો કંઈ શ્રમ વિના દેખાડતું. ૧
વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી,
જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી;
વળી કોઈ વિસ્મિત સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી,
ના સ્પર્શતી એ બીકથી, તુજ રજ રખે જાતી ખરી. ર
અદૃશ્ય ના ઘનથી બને, ના ધૂમસે મેલું થતું,
તુજ તેજ, તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું;
મમ પ્યારીનાં ફુલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઊંઘતાં,
તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં, ૩
તું જાગજે, તું ખેલજે, તું પત્રપત્રે મ્હાલજે,
ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે!
તું કેમ એ માની શકે? આધાર તારે એ જ છે,
એ જાળ તું જાણે નહીં; હું જાણું ને રોઉં, અરે! ૪
રે! પક્ષી કોની દૃષ્ટિએ તું એ જ ચળકાટે પડે,
સંતાઈ જાતાં નાસતાં એ કાર્ય વૈરીનું કરે;
દ્યુતિ જે તને જિવાડતી, દ્યુતિ તે તને સંહારતી,
જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી! પ
આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી,
એ અમૃતે શું ઝેરનાં બિંદુ ભર્યાં વિધિએ નથી?
અમ એ જ જીવિત, એ જ મૃત્યુ, એ જ અશ્રુ ને અમી;
જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? ૬
tuj pankh chalke parnnan jhunDo mahin chakro rachi,
brahmanDne poshi rahi te drishti ahinye chhe nki,
tuj udarposhanman tane tuj roop upyogi thatun,
tuj netr aagal diwDo kani shram wina dekhaDatun 1
wali koi kanya patli tuj tej upar mohti,
je bhalne choDi tane tyan harshthi chalkawti;
wali koi wismit smitabhri tuj tej matr nihalti,
na sparshti e bikthi, tuj raj rakhe jati khari ra
adrishya na ghanthi bane, na dhumse melun thatun,
tuj tej, te muj upawne hun nitya jowa jaun chhun;
mam pyarinan phulDan ane muj wriksh jyare unghtan,
tun jagto ratri badhi tyare rame chhe bagman, 3
tun jagje, tun khelje, tun patrpatre mhalje,
chalkat taro e ja pan tuj khunni talwar chhe!
tun kem e mani shake? adhar tare e ja chhe,
e jal tun jane nahin; hun janun ne roun, are! 4
re! pakshi koni drishtiye tun e ja chalkate paDe,
santai jatan nastan e karya wairinun kare;
dyuti je tane jiwaDti, dyuti te tane sanharti,
je poshatun te maratun ewo dise kram kudarti! pa
a prem sansari tano tuj tej jewo chhe nki,
e amrite shun jhernan bindu bharyan widhiye nathi?
am e ja jiwit, e ja mrityu, e ja ashru ne ami;
je poshatun te maratun, shun e nathi kram kudarti? 6

સ્રોત
- પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : અનંતરાય રાવળ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2011
- આવૃત્તિ : પુનર્મુદ્રણ