સહસ્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ
sahasraling taLaavnaa kaanThaa parthii paataN

(રોળાવૃત્ત)
અહિંયાં સહસ્રલિંગ તળાવ વિશાળું હૂતું,
અહિંયાં પાટણ જૂનું અહિં આ લાંબું સૂતું,
અહિંયાં રાણીવાવ્યતણાં આ હાડ પડેલાં,
મ્હોટા આ અહિં બુરજ મળ્યા માટીના ભેળા.
એમ દઈ દઈ નામ કરવી રહી વાતો હાવાં,
પાટણપુરી પુરાણ! હાલ તુજ હાલ જ હાવા!
ગુજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં
કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિં જળમાં?
જળ નિર્મળ લઈ વહે કુમારી સરિતા પેલી,
ન્હાસે, પાસે ધસે, લાડતી લાજે ઘેલી,
ઈશ્વરકરુણા ખરે, વહી આ નદીસ્વરૂપે,
સ્મિત કરી પ્રીતિભરે, ભરે આલિઙ્ગન તુંપે;
તુંપે, પાટણ! દયા ધરંતી એ સૂચવતી,–
ભલે કાળની ગતિ મનુજકૃતિને બૂઝવતી,
મુજ પ્રેમસરિતપૂર વહ્યું જાશે અણખૂટ્યું,
છો ધનવિભવ લૂંટાય, ઝરણ મુજ જાય ન લૂંટ્યું.
તોડી પર્વતશૃઙ્ગ મનુજ મદભરિયો મ્હાલે,
જાણે નિજ કૃતિ અમર, ગળે કાળ જ તે કાલ્યે,
ને મુજ તનડું ઘડ્યું કોમળું પાણીપોચું,
તે તો તેમનું તેમ રહે યુગ અનન્ત પ્હોચ્યું.
(rolawritt)
ahinyan sahasrling talaw wishalun hutun,
ahinyan patan junun ahin aa lambun sutun,
ahinyan raniwawyatnan aa haD paDelan,
mhota aa ahin buraj malya matina bhela
em dai dai nam karwi rahi wato hawan,
patanapuri puran! haal tuj haal ja hawa!
gujratno poot rahi ubho aa sthalman
kon ehwo jeh nayan bhinjyan nahin jalman?
jal nirmal lai wahe kumari sarita peli,
nhase, pase dhase, laDti laje gheli,
ishwarakaruna khare, wahi aa nadiswrupe,
smit kari pritibhre, bhare alingan tumpe;
tumpe, patan! daya dharanti e suchawti,–
bhale kalni gati manujakritine bujhawti,
muj premasaritpur wahyun jashe ankhutyun,
chho dhanawibhaw luntay, jharan muj jay na luntyun
toDi parwatshring manuj madabhariyo mhale,
jane nij kriti amar, gale kal ja te kalye,
ne muj tanaDun ghaDyun komalun panipochun,
te to temanun tem rahe yug anant phochyun

સ્રોત
- પુસ્તક : કુસુમમાળા (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : નરસિંહરાવ ભોળાનાથ
- પ્રકાશક : જીવનલાલ અમરશી મહેતા
- વર્ષ : 1912
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ