રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનવાં સ્વપ્ના જોઈ
નવાં સ્વર્ગે રાચ્યો, અવ તપન તારાં શરુ થતાં,
વીંછીડંખો, કાંટા, વનદવ અને સર્પવિષની
વ્યથા તારે માટે; નયન મહીં શાને જલ ભરે?
હવે છુટાયે શું? અવ વિનવણી કોણ સુણશે?
ઊંડા પાતાળાને ઉદધિ-દવ, લાવા સળગતો
કર્યું જેણે પોમ્પી સમ નગરને ભસ્મ સરખું,
ચિંતા-અંગારાના કનકમય સ્ફુલિંગ ઊડતા—
રખે ભૂલે એને, દહન-તપને જે કંઇ રહ્યું
બધું તારે માટે.
અરે, ઓ રે આત્મા! રુદન નહિ તારાં કદી શમે,
હવે દાન્તેના એ શબદ ફરીથી યાદ કરવાઃ
All hope abandon, all ye enter here...
ર૭/ર૮-૩-૪૧
nawan swapna joi
nawan swarge rachyo, aw tapan taran sharu thatan,
winchhiDankho, kanta, wandaw ane sarpawishni
wyatha tare mate; nayan mahin shane jal bhare?
hwe chhutaye shun? aw winawni kon sunshe?
unDa patalane uddhi daw, lawa salagto
karyun jene pompi sam nagarne bhasm sarakhun,
chinta angarana kanakmay sphuling uDta—
rakhe bhule ene, dahan tapne je kani rahyun
badhun tare mate
are, o re atma! rudan nahi taran kadi shame,
hwe dantena e shabad pharithi yaad karwa
all hope abandon, all ye enter here
ra7/ra8 3 41

સ્રોત
- પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
- વર્ષ : 1959