namrataanaa nidhi he! - Metrical Poem | RekhtaGujarati

નમ્રતાના નિધિ હે!

namrataanaa nidhi he!

મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજી
નમ્રતાના નિધિ હે!
મહાત્મા ગાંધીજી

(ઝૂલણાં છંદ)

દીન દુખિયા તણી હીન કુટિયા મહીં

નિવસતા નમ્રતાના નિધિ હે!

જાહ્નવી, બ્રહ્મપુત્રા તણાં જળ વડે

સરિત યમુના તણાં પુણ્ય ગહરાં

એહ સુંદર અહો દેશમાં શોધવા

સૌ મથીએ તને, સ્થાય તું થાય!.... દીન૦

થાય મન મોકળાં, હૃદય ખુલ્લાં રહે,

હે હરિ! તારી નમ્રતા દે,

ભૂમિ ભારત તણાં લોકથી એક રસ,

થઈ જવા શક્તિ, મતિ ને સ્પૃહા દે!.... દીન૦

હે પ્રભુ! હાય તું થાય છે માત્ર જ્યાં,

થઈ રહે નર નિરાધાર છેક;

મિત્ર, ચાકર બની સેવીએ, લોક જે,

તેથી વિખૂટાં પડીએ, તું દેખ.... દીન૦

આત્મ બલિદાનની મૂર્તિ થઈએ અમે,

દિવ્ય મૂર્તિની નમ્રતા શા,

જેથી ભૂમિનું થાય દર્શન સુભગ

ને વહે પ્રતિ પ્રેમધારા.... દીન૦

(અનુ. ઉમાશંકર જોશી)

સ્રોત

  • પુસ્તક : ભાર્વોમિ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : ગોવિંદ રાવલ
  • પ્રકાશક : રચના પ્રતિષ્ઠાન
  • વર્ષ : 2006