naam ek, karya juda - Metrical Poem | RekhtaGujarati

નામ એક, કાર્ય જુદાં

naam ek, karya juda

દલપતરામ દલપતરામ
નામ એક, કાર્ય જુદાં
દલપતરામ

(મનહર છંદ)

સૃષ્ટિમાંહી હોય છે ઘણાકતણું શેઠ નામ.

એક તો કંજુસ અને એક તો ઉદાર છે;

એક વાદળી તો ચામડીનું લોહી ચૂશી લે છે,

એક વાદળી તો વિશ્વમાંહિ વર્ષનાર છે;

એક કરો આકાશથી પડી નેવાં ફોડી નાંખે,

એક કરો જુઓ અર્ધ ઘરનો આધાર છે;

સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,

કનક ધંતુરો હેમ કેવો ફેરફાર છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 192)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002