mrigcharm - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોડન્તી કન્યાની પુરપથઉડી ચૂંદડી સમી,

અરે, કૂંળા પ્રાણ! અરવ તવ છાયા પડી ગઈ;

મુજ સદનખંડે શમી રહી.

એવી સુંવાળી પર હાથ ફેરવું

ભીંજાય છે કાવ્ય કરુણ આંખનું:

વન તૃણાંકુર ને ઝરા

ઊભી જોશે વાટડી;

ના અતિથિ! પેખશે

તારી પરિચિત શીંગડી.

વ્હાલસોયાં મુખ પીઠ પાયનું,

ચાલી ગયું ચંચલ નૃત્ય ક્યારનું.

તું જે દિનાન્તે વનમાં વીંધાયલું-

ને મૃત્યુની અંતિમ યાતનામાં-

-બાણુકેરું છિદ્ર

ડોક મરડાયલી;

રૂપેરી વાળ તે

યે કંપિયા રોમાંચથી.

બેરી વિખેરી દીધ અશ્રુમાળ જે

તે સાંભરે સૌ મૃગચર્મ, તુંમાં.

મને સૌ જીવોનો ક્ષણિક ભવસંગાથ વસતો;

મને સંબંધોનો કપટપટુ સંમોહ ખસતો:

નયનકીકી વૈરાગ લસતો.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયન (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : દેશળજી પરમાર
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી લિમિટેડ
  • વર્ષ : 1954