કેમ અને ક્યારે મળ્યું મન ત્હારું મ્હારી સાથ?
દિલ સાથે દિલ મળ્યું? હાથ મળ્યો હાથ શૂં?
બેના એક ક્યારે અને કેમ બન્યા નેક મિત્ર?
ત્હારામાં સમાવા પહેલાં મ્હારામાં સમાત તૂં?
કોણથી કથાય એવો દૈવી એકતા સ્વભાવ?
બેના એક થયા પ્હેલાં એકના બે થાત શું?
હા, કશું અશક્ય નથી સર્વશક્તિમાન! ત્હને,
એકના બે કરી બતલાવે જગતાત તૂં!
એક ધર્મ એક કર્મ એક અઘિકાર બેને,
એક કિરતાર, તારનાર એક જોઉં છૂં;
એક જ સંસાર, એક આચારવિચાર બેને,
એક અહંકાર,-ત્હારામાં હું મ્હારો ખોઉં છૂં;
આવેશ ઉદ્દેશ એક, વિશેષ કહું શું બીજું,
ઐક્ય-અવલોકનમાં ચિત્ત ચટ્ટ પ્રોઉં છૂં:
ઉમંગતરંગે ઉછળાઈ હું સમુદ્ર આંહિં
શાન્ત સુવદન તું શશી ઉપર મોહું છૂં.
શી એ મિત્રતા જ! જેમાં જોઈ ન જુદાઈ કાંઈ:
ભલી જ ભલાઈ ભાઈ ત્હારીથી તણાઉં છૂં;
ત્રાહિ! ત્રાહિ! જગતતવાઈથી પોકારતો હું
આવી ત્હારી શીતળ છાયા તળે ભરાઉં છૂં;
શાન્તિ શીખવી તું નિવૃત્તિએ મન શુદ્ધ કરે,
એ ત્હારા અપાર ઉપકાર નિત્ય ગાઉં છૂં;
મિત્રનું ચરિત્રચિત્ર અલ્પ આ ઉતારી અત્ર
એકત્ર સંગથી તૂં બની પવિત્ર થાઉં છૂં.
શા હું ત્હારા હૃદયવિસ્તારના વિચાર કરૂં,
કેમ વર્ણવું, વીરા, ગામ્ભીર્ય મુખાર્વિન્દનૂં?
કેમ અને ક્યારે ત્હારે મ્હારે પ્રીતિપાસો પડ્યો?
-હું ગુર્જર ગુંજકર, તૂં કમલ સિંધનૂં!
ધન્ય મિત્રતા એ સગાભાઈથી સવાઈ એવી
દયારામ માહિં દેખું દયા મધ્યબિન્દુ હૂં.
ના, ના, એ ભાટાઈથી સુગાઈ કાં ભરાઈ જાય?
ત્હારામાં શમ્યો હું, તો તું પોતે પણ હૂં જ છૂં
kem ane kyare malyun man tharun mhari sath?
dil sathe dil malyun? hath malyo hath shoon?
bena ek kyare ane kem banya nek mitr?
tharaman samawa pahelan mharaman samat toon?
konthi kathay ewo daiwi ekta swbhaw?
bena ek thaya phelan ekna be that shun?
ha, kashun ashakya nathi sarwashaktiman! thne,
ekna be kari batlawe jagtat toon!
ek dharm ek karm ek aghikar bene,
ek kirtar, tarnar ek joun chhoon;
ek ja sansar, ek acharawichar bene,
ek ahankar, tharaman hun mharo khoun chhoon;
awesh uddesh ek, wishesh kahun shun bijun,
aikya awlokanman chitt chatt proun chhoonh
umangatrange uchhlai hun samudr anhin
shant suwdan tun shashi upar mohun chhoon
shi e mitrata ja! jeman joi na judai kanih
bhali ja bhalai bhai tharithi tanaun chhoon;
trahi! trahi! jagatatwaithi pokarto hun
awi thari shital chhaya tale bharaun chhoon;
shanti shikhwi tun niwrittiye man shuddh kare,
e thara apar upkar nitya gaun chhoon;
mitranun charitrchitr alp aa utari atr
ekatr sangthi toon bani pawitra thaun chhoon
sha hun thara hridaywistarna wichar karun,
kem warnawun, wira, gambhirya mukharwindnun?
kem ane kyare thare mhare pritipaso paDyo?
hun gurjar gunjkar, toon kamal sindhnun!
dhanya mitrata e sagabhaithi sawai ewi
dayaram mahin dekhun daya madhybindu hoon
na, na, e bhataithi sugai kan bharai jay?
tharaman shamyo hun, to tun pote pan hoon ja chhoon

સ્રોત
- પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931