મારા ઉરે કોઈ અબૂઝ વેદના
mara ure koi abuj vedna
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાંન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.
સ્રોત
- પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1959
