advano tek - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અડવાનો ટેક

advano tek

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
અડવાનો ટેક
હરિકૃષ્ણ પાઠક

અડવાને શું થયું? વાળ્યું પદ્માસંન;

ભીતર ઢાળ્યું મંન, આંખોયે મીંચી ગયો.

કાન કશુંય ધરે નહીં, મુખથી વદે વાણ;

હસવામાંયે હાણ, કશુંક કેવું થઈ ગયું!

સપનામાં જોયાં હશે સરગાપર કે નર્ક?!

કર્યા કરો ને તર્ક, ઉકેલ એકે ના મળે.

રાખી બાધા આખડી અડવીએ બે–પાંચ;

રખે આવે આંચ; ભૂવા જાગરિયા કર્યા.

અંતે અડવો ઓચર્યો ખોલી અડધી આંખ :

ધારી બેઠા કાંક? શબ્દ શોધવા હું ગયો!

ભાગ્ય ફૂટલું નીકળ્યું, મળ્યો અક્ષર એક;

લઉં છઉં આજે ટેક : હવે વિવેચક થૈશ હું!

સ્રોત

  • પુસ્તક : શેષવિશેષ ૮૪ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : હરીશ મીનાશ્રુ, પ્રમોદકુમાર પટેલ
  • પ્રકાશક : ચારુતર વિદ્યામંડળ
  • વર્ષ : 1986