nawjat shishune - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવજાત શિશુને

nawjat shishune

ગીતા પરીખ ગીતા પરીખ
નવજાત શિશુને
ગીતા પરીખ

(વસંતતિલકા)

તું પારિજાત સમ કોમલ સ્નિગ્ધ રમ્ય

ઝુલાવતું સુરભિની લહેરી ઉરે શી!

માંડમાંડ ખૂલતી દૃગથી મને તું!

કેવી કરે નજરકેદ - સ્વયમ્ જાણું!

મુઠ્ઠી જે હજી પૂરી ખૂલી શકે ના

તે માંહ્ય મારું ઉર શી રીત ગોપવી દે?

બે કૂમળા કર કંઈ પકડી શકે ના,

તેનો પાશ અણદીઠ મને વીંટી લે.

ને ગુલાલ સમ પાની અડી ભોમે

તેને પદેપદ ઘૂમે ગતિ સર્વ મારી.

તેં તો હજી જરીક રશ્મિ નિહાળ્યું આભે

ત્યાં તું અહો કઈ રીતે બહલાવી દે

મારા નભે ઊમટતો નવ રશ્મિપુંજ?!

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2