લીલી સાડિયો જે ધરાએ ધરેલી
Lili Sadiyo Je Dhara Ae Dhareli
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
લીલી સાડિયો જે ધરાએ ધરેલી,
દિસે સર્વ તે કાપી ચૂરા કરેલી;
મટ્યો રાજવી વેષ રૂડો રૂપાળો,
સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.
સહુ ઠામથી નીર સુકાવી દે છે,
રિપૂ જેમ લોહી ઘણું ચૂસી લે છે;
શિલાઓ ઉઘાડી દિસે હાડમાળો,
સખી સજ્જ થૈ આજ આવ્યો શિયાળો.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
