લક્ષ્મી મળવાનો ઉપાય ('હિંદુસ્તાન ઉપર હુનરખાનની ચઢાઈ'નો અંશ)
laxmii malvaano upaay ('Hindustan Upar Hunarkhan ni Chadhai'No Ansh)
દલપતરામ
Dalpatram
લક્ષ્મી મળવાનો ઉપાય ('હિંદુસ્તાન ઉપર હુનરખાનની ચઢાઈ'નો અંશ)
laxmii malvaano upaay ('Hindustan Upar Hunarkhan ni Chadhai'No Ansh)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
મુસલમાન ને હિંદુ, શુણો મુજ દેશી સમસ્તો,
કહિયે કાળો નાગ, ચીન વિલાયત રસ્તો;
તેનું કરો નેતરૂં, રવૈયો બોટ બનાવો,
સાગર મંથન કરી, ફરી લક્ષ્મી ઉપજાવો;
નર હિંમતવાન મુખે રહો, પુછડે જે ડરપાય છે,
લક્ષ્મિ મળવાનો અશલથી, એકજ એ ઉપાય છે.
(દોહરો)
જે દિન જાગે મંડળિક, દેશતણું દુઃખ જાય:
ભાષણ પરિપૂરણ થયું, જય બોલો જગરાય.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 133)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2002