kutuhal - Metrical Poem | RekhtaGujarati

(મિશ્રોપજાતિ )

મુસાફરી ગાડી વિષે કરંતાં

જોયા કર્યું છે શિશુ જેમ, નાનો

હતો શિશુ ત્યારથી કૌતુકે મેં

ઉઘાડી બારી તણી આરપાર :

સમીપનાં વૃક્ષ પ્રતીપવેગે

સરી જતાં દૃષ્ટિ સમક્ષથી રે,

પરંતુ પેલી ક્ષિતિજે જણાતી

સાથે સરંતી વનરાજી બે ઘડી.

આયુષ્યની અલ્પ મુસાફરીમાં

સમીપનાં જે સ્વજનો સદા તે

સામી દિશાએ સરશે શું? માત્ર

સાથે ઘડી લોક સમૂહ દૂરના?

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941