કુસુમાંજલિની અર્પણપત્રિકા
kusumaanjalinii arpan patrikaa


(લાવણી)
બ્હેની હો! હૃદય મ્હારૂં ઉભરાય,
અમીરસ પ્રેમ તણો નવ માય,
સમુજ્જ્વલ શુદ્ધ અહીં રેલાય,
વહીને ચાલ્યો જો, જો, જાય;-
ધીમું ધીમું સરતું રમતું કંઈ ગેલ કરતું જાય,
ગાન આ રસીલું ઝીણું ઝીણું શ્રવણસુખકારી ગાય,
મધુર ઝરણું દિવ્ય અનુપમ ધાય,
સરિતાજળ શીતળ શું ફેલાય,
બ્હેની હો!
ને તુજ કોમળ હૃદય થકી સરી,
સરિતા આ સ્નેહ તણી મધુરી,
ગંભીર ને શાન્ત ઉંડું જળધરી
વહી તે વિલસતી ગૌરવ ભરી;-
મનતમ સઘળું ઘોર ધોઈ સર્વ વિષાદ હરી,
નયનઠારણ સરળ સુખકારણ વિમળ કલ્લોલ ભરી,
સુધાશું ધવલ મૃદુ સુહારય કરી,
ભળી મુજ પ્રેમસરિતશું પ્રસરી,
બ્હેની હો!
વત્સલ માયાળુ પ્રિય શુભ માત,
રસીલાં વ્હાલાં ભગિનીભ્રાત,
ને વળી સગાં સહોદર સાથ,
સહુ તણાં હૃદય થકી સંગાથ,
ઝરતાં ઝરણાં પ્રેમ તણાં કંઈ પ્રૌઢ પ્રશાન્ત,
વ્હેતાં આવ્યાં લસત લસત તે રમ્ય મનોહર કાન્ત,
કરંતાં મંજુલ મર્મર નાદ,
કીધો સંગમ, મન દે આહ્લાદ,
બ્હેની હો!
નાચતું નાવલું નૌતમનૂર,
દિસે તે સરળગતિ ત્ય્હાં દૂર,
ઓપતું રંગ સુરંગે પૂર,
દિપે દિવ્ય કર્ણધાર ચતુર;
જુજવાં અનુપમ પ્રેમ સ્વરૂપ ધરેજ મધુર,
તે સર્વ પ્રમજળહિમફલકે ઘડ્યું નાવલું ભાસુર,
તહિં ઇંદ્રધનુ શા રંગ પ્રચુર,
ભળિયા જળમાંહિ પ્રસરી દૂર;
બ્હેની હો!
અને તે કર્ણધાર - પ્રિય તાત-
હૃદયતરુનાં કુસુમો શુભ કાન્ત
વેરિ દે કરિ વાસિત દિક્પ્રાન્ત
જ્ય્હાં વહ્યો પ્રેમસુધારસ શાન્ત, -
મોહન કુમળાં સુહાગિ પુષ્પ અનેરી જાત્ય,
વીણી વીણી અંજલિ ભરિને રસથી ધર્યાં છે હાથ,
કરે અર્પણ આજે તુજ ભ્રાત,
તું સ્વીકારીને દે આશીર્વાદ,
બ્હેની હો!
(lawni)
bheni ho! hriday mharun ubhray,
amiras prem tano naw may,
samujjwal shuddh ahin relay,
wahine chalyo jo, jo, jay;
dhimun dhimun saratun ramatun kani gel karatun jay,
gan aa rasilun jhinun jhinun shrawanasukhkari gay,
madhur jharanun diwya anupam dhay,
saritajal shital shun phelay,
bheni ho!
ne tuj komal hriday thaki sari,
sarita aa sneh tani madhuri,
gambhir ne shant unDun jaladhri
wahi te wilasti gauraw bhari;
mantam saghalun ghor dhoi sarw wishad hari,
nayantharan saral sukhkaran wimal kallol bhari,
sudhashun dhawal mridu suharay kari,
bhali muj premasaritashun prasri,
bheni ho!
watsal mayalu priy shubh mat,
rasilan whalan bhaginibhrat,
ne wali sagan sahodar sath,
sahu tanan hriday thaki sangath,
jhartan jharnan prem tanan kani prauDh prshant,
whetan awyan lasat lasat te ramya manohar kant,
karantan manjul marmar nad,
kidho sangam, man de ahlad,
bheni ho!
nachatun nawalun nautamnur,
dise te saralagati tyhan door,
opatun rang surange poor,
dipe diwya karndhar chatur;
jujwan anupam prem swarup dharej madhur,
te sarw pramajalahimaphalke ghaDyun nawalun bhasur,
tahin indradhanu sha rang prachur,
bhaliya jalmanhi prasri door;
bheni ho!
ane te karndhar priy tat
hridayatarunan kusumo shubh kant
weri de kari wasit dikprant
jyhan wahyo premasudharas shant,
mohan kumlan suhagi pushp aneri jatya,
wini wini anjali bharine rasthi dharyan chhe hath,
kare arpan aaje tuj bhraat,
tun swikarine de ashirwad,
bheni ho!
(lawni)
bheni ho! hriday mharun ubhray,
amiras prem tano naw may,
samujjwal shuddh ahin relay,
wahine chalyo jo, jo, jay;
dhimun dhimun saratun ramatun kani gel karatun jay,
gan aa rasilun jhinun jhinun shrawanasukhkari gay,
madhur jharanun diwya anupam dhay,
saritajal shital shun phelay,
bheni ho!
ne tuj komal hriday thaki sari,
sarita aa sneh tani madhuri,
gambhir ne shant unDun jaladhri
wahi te wilasti gauraw bhari;
mantam saghalun ghor dhoi sarw wishad hari,
nayantharan saral sukhkaran wimal kallol bhari,
sudhashun dhawal mridu suharay kari,
bhali muj premasaritashun prasri,
bheni ho!
watsal mayalu priy shubh mat,
rasilan whalan bhaginibhrat,
ne wali sagan sahodar sath,
sahu tanan hriday thaki sangath,
jhartan jharnan prem tanan kani prauDh prshant,
whetan awyan lasat lasat te ramya manohar kant,
karantan manjul marmar nad,
kidho sangam, man de ahlad,
bheni ho!
nachatun nawalun nautamnur,
dise te saralagati tyhan door,
opatun rang surange poor,
dipe diwya karndhar chatur;
jujwan anupam prem swarup dharej madhur,
te sarw pramajalahimaphalke ghaDyun nawalun bhasur,
tahin indradhanu sha rang prachur,
bhaliya jalmanhi prasri door;
bheni ho!
ane te karndhar priy tat
hridayatarunan kusumo shubh kant
weri de kari wasit dikprant
jyhan wahyo premasudharas shant,
mohan kumlan suhagi pushp aneri jatya,
wini wini anjali bharine rasthi dharyan chhe hath,
kare arpan aaje tuj bhraat,
tun swikarine de ashirwad,
bheni ho!



સ્રોત
- પુસ્તક : ઊર્મિમાળા (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : સત્યેંદ્ર ભીમરાવ દીવટીઆ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1912