koi puchhe ke - Metrical Poem | RekhtaGujarati

કોઈ પૂછે કે-

koi puchhe ke

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
કોઈ પૂછે કે-
ઝવેરચંદ મેઘાણી

પૂછે કોઈ શિશુ જો તમને,

નરક નામનું સ્થલ ક્યાં?

પૂછે પુત્ર પિતાને, શિષ્ય

ગુરુને, શૈશવ-દુઃખ શાં?

ઉત્તર વિના અટકશો ના!

‘રાષ્ટ્રના ઈર્ષ્યાળુ દિલમાં.'

દેશજનોની વિજય-વાટ પર

પથ્થર થઈ પડવાનું.

જન-જાગૃતિનાં દરશન કરી કરી

એકલ ઉર જલવાનું.

ના પ્રભુ! એથી ભલું જાણું

રક્તપિત્ત રગ રગ સહવાનું.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997