રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમુંબઈથી રણતુંડી સુધી આગગાડીમાં જોયેલો દેખાવ
mumbithi rantunDi sudhi aggaDiman joyelo dekhaw
(કટાવ)
ગાડીમાંથી, રચના જોતાં, હરખ્યું મન મુજ,
ડુંગર મ્હોટા, પડેલ લાંબા, અજગર જેવા,
દેખાયા તે, રંગ રંગના,
કેટલાકના, કળોઠિ જેવા, રંગ ચળકતા,
કેટલાક તો, કાળાબલ્લક,
કેટલાક તો, ભૂરા રાતા,
કેટલાક તો, ઝાડ ઝૂમખે, પાકા લીલા,
કેટલાક તો, ફક્ત ઘાસથી, કાચા લીલા,
જેની માંહે, વચ્ચે વચ્ચે, લાલ માટિના, ઢળતા લીટા, શોભે સારા, કો લીલા
પર, કાળિ વાદળી, ઝૂમી રહેલી, કો કો ઠામે, ઝાડ તાડનાં, ઊભાં ઊભાં,
આગળ જાતાં, ખેતર તેમાં, ઝાડો વચ્ચે, કંઈ કંઈ અંતર, જે માંહેથી, આરપાર
ખુબ, નીરખતાં તો, ચકચકતો બહુ, દરિયો દીસે, ડુંગર પરનાં ઝાડોકેરી,
ઘટા અને બહુ ઝાડ ઝૂંડનાં, વન રઢિઆળાં, જેમાં હજાર જીવજંતુનું, રક્ષણ
થાએ, કોઈ ખાતાં, કોઈ વઢતાં, ક્રીડા કરતાં, સુતાં ચાલતાં, નાનાવિધના
વ્યાપારો તે, કરતાં હોશે, ગાડી જારે, જાય ટનલમાં ચિંઈઈ કરીને, તારે સહુ
જન, થાય અજબ બહુ, એવી વેળા, થોડિવારનાં, અંધારામાં નિજ પ્રિયજનને,
છાતી સરસૂં, ખૂબ ચાંપવૂં , એ સુખડૂં તો, સ્વર્ગનું સાચે, વળી ટ્રેનને, કોઈ
જગાએ, અડક્તરાતી, વર્તુળાર્ધમાં, દોડી જાતી, અને ધુમાડો, તડકામાંથી,
વિધવિધ રંગે, બહૂ ચળકતો, કુંડાળામાં, ઊંચે જાતો, એ જોવું ને, ક્રમે સુરંગો,
ઘન અંધરાયે, ફુટતી ગંભિર, ઝરણો છણ છણ, કરતાં સુણવાં, એ સંધાંથી,
વિસ્મય પામી, કુદરતકેરાં, વખાણ ઝાઝાં, કરતાં કરતાં, કોણ નહીં રે, થઈ
આનંદી, લ્હેર લ્હેરમાં, આંખ મીચીને, ડોલે ડોલે!
(kataw)
gaDimanthi, rachna jotan, harakhyun man muj,
Dungar mhota, paDel lamba, ajgar jewa,
dekhaya te, rang rangna,
ketlakna, kalothi jewa, rang chalakta,
ketlak to, kalaballak,
ketlak to, bhura rata,
ketlak to, jhaD jhumkhe, paka lila,
ketlak to, phakt ghasthi, kacha lila,
jeni manhe, wachche wachche, lal matina, Dhalta lita, shobhe sara, ko lila
par, kali wadli, jhumi raheli, ko ko thame, jhaD taDnan, ubhan ubhan,
agal jatan, khetar teman, jhaDo wachche, kani kani antar, je manhethi, arpar
khub, nirakhtan to, chakachakto bahu, dariyo dise, Dungar parnan jhaDokeri,
ghata ane bahu jhaD jhunDnan, wan raDhialan, jeman hajar jiwjantunun, rakshan
thaye, koi khatan, koi waDhtan, kriDa kartan, sutan chaltan, nanawidhna
wyaparo te, kartan hoshe, gaDi jare, jay tanalman chini karine, tare sahu
jan, thay ajab bahu, ewi wela, thoDiwarnan, andharaman nij priyajanne,
chhati sarsun, khoob champwun , e sukhDun to, swarganun sache, wali trenne, koi
jagaye, aDaktrati, wartulardhman, doDi jati, ane dhumaDo, taDkamanthi,
widhwidh range, bahu chalakto, kunDalaman, unche jato, e jowun ne, krme surango,
ghan andhraye, phutti gambhir, jharno chhan chhan, kartan sunwan, e sandhanthi,
wismay pami, kudaratkeran, wakhan jhajhan, kartan kartan, kon nahin re, thai
anandi, lher lherman, aankh michine, Dole Dole!

સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023