બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;
અને કોસે તો બસ હદ કરી: આંખ મળતાં
ઉલેચ્યાં પાતાલો પુનરપિ, હવે તે ટપકતો
રહ્યો ભીંતે. બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી
કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.
ચડ્યો ઝોકે એવો બળદ પણ. બીજો મુજ સમો
રહ્યો આ વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહીં
પછી તો ડૂંડાંઓ, હરખ નવ માયો હૃદયમાં.
ફરી આવું ઘોડું ચલ મન, જરી ખેતર વિષે.
જતાં રોડું વાગ્યું, ચરમ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો!
bapori welanun hastiwaranun khetar chaDyun
wichare ewun ke laslas thato mol saghlo;
ane kose to bas had karih aankh maltan
ulechyan patalo punarpi, hwe te tapakto
rahyo bhinte bethun wihag jai tyan, seem nirkhi
kare chhe gitonun smran karun hun kan sarwa
chaDyo jhoke ewo balad pan bijo muj samo
rahyo aa wagoli lachaki paDyan lochan mahin
pachhi to DunDano, harakh naw mayo hridayman
phari awun ghoDun chal man, jari khetar wishe
jatan roDun wagyun, charam lathaDyo, aankh pharki,
ahin aa kyariman khaDkhaD hasyo bhai mujno!

સ્રોત
- પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 5)
- સર્જક : રાવજી પટેલ
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1982
- આવૃત્તિ : 2