રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
કાવ્યની નિરર્થકતા
kavyani nirarthakta
હરિહર ભટ્ટ
Harihar Bhatt
(ઝૂલણા; માલકોશ)
તું મહાકાવ્ય થઇ વિશ્વ વ્યાપી રહ્યો,
ત્યાં વળી કવિતડું શું કરૂં હું?
અખિલ બ્રહ્માંડ રસરાજ રેલી રહ્યો,
રસ તણી વાડકી શું ધરૂં હું?
સૃષ્ટિ શણગારી અદ્ભુત અલંકારથી,
વાગ્-અલંકાર સૌ વ્યર્થ ભાસે;
મોહ નથી કાવ્યનો; માત્ર જીવી રહ્યો
તુજ મહાકાવ્યની એક આશે.
સ્રોત
- પુસ્તક : હૃદયરંગ (પૃષ્ઠ ક્રમાંક 12)
- સર્જક : હરિહર પ્રાણશંકર ભટ્ટ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1934