રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅર્ધું મહાનગર વીંટતી, રમ્યભવ્ય
હૈ દ્વીપ-છાતી પર મંદિર નોત્રદામ,
વ્હે સૌમ્ય સેનસરિતા; અહીંનો તું જીવ
સેના-તટે જનમિયો કવિ ગુર્જરીનો.
બંધુ, હતું બહુ તને, હું પસારી પાંખો
ના ભારતે જ પણ ભારતપાર ભાળું.
ઝાલી હું અંગુલિ ફર્યો-ખબરે રહી ના.
તું લૈ જતો રમતમાં: અહીં જો, પુરાણ
ભૂમધ્ય સંસ્કૃતિમઢ્યો સર-શો સમુદ્ર.
આ સ્લાવ લોક, વળી ચેક પ્રજા, પણે ત્યાં
સર્બો તણાં પ્રખર શાં રણશૌર્ય! -આંગ્લો
ના એકલા જ કદી યૂરપમાં તું જોતો!-
મૂક્યો કદી ન પગ ત્યાં, પણ ભૂમિસત્ત્વ-
સંસ્કારશ્રી નસનસે ધબકંત તારી.
આ ખંડ, રાષ્ટ્રકુલ, લોકસમૂહ ન્યારા
હું જોઉં – મોહું, નવ હૈયું ધરાય કેમે;
જોયેલ જેહ તવ સંગતિમાં શું પૂર્વે!
આ હું હવા શ્વસું, ભળે મહીં સ્નેહધૂપ
તારી ઉદારતર સંસ્કૃતિ-ચાહનાનો,
સર્વસ્પૃશંત તવ સંસ્કૃતિ સાધનાનો.
આ પૅરિસે ચમકતાં નમણાં શરાબી
સ્ત્રીઓ તણાં પ્રણયકંપિત લોચનોમાં
આભા તરે હૃદયની અભિજાત કોઈ.
ને સૌષ્ઠવે સુહત આ પુરુષો, તથાપિ
ક્યારેક જે સ્ફુરતી બુદ્ધિકઠોર મુદ્રા
સંસ્કાર-અંકિત મુખાકૃતિઓ પરે કો,
-ઉત્સાહ ત્યાં અદમ સત્યગવેષણાનો.
આ ગાઢ સેનસરિતા તટમેદનીમાં
જ્યાંત્યાં-બધે તરવરે તવ, બંધુ, ચ્હેરો.
હું પામવા કરું અહીં તવ, બંધુ, ચ્હેરો.
પૅરિસ,૧૦-૧૧-૧૯૭૧ (ધારાવસ્ત્ર)
ardhun mahangar wintti, ramybhawya
hai dweep chhati par mandir notrdam,
whe saumya senasarita; ahinno tun jeew
sena tate janamiyo kawi gurjrino
bandhu, hatun bahu tane, hun pasari pankho
na bharte ja pan bharatpar bhalun
jhali hun anguli pharyo khabre rahi na
tun lai jato ramatmanh ahin jo, puran
bhumadhya sanskritimaDhyo sar sho samudr
a slaw lok, wali chek praja, pane tyan
sarbo tanan prakhar shan ranshaurya! anglo
na ekla ja kadi yurapman tun joto!
mukyo kadi na pag tyan, pan bhumisattw
sanskarashri nasanse dhabkant tari
a khanD, rashtrkul, lokasmuh nyara
hun joun – mohun, naw haiyun dharay keme;
joyel jeh taw sangatiman shun purwe!
a hun hawa shwasun, bhale mahin snehdhup
tari udartar sanskriti chahnano,
sarwasprishant taw sanskriti sadhnano
a perise chamaktan namnan sharabi
strio tanan pranaykampit lochnoman
abha tare hridayni abhijat koi
ne saushthwe suhat aa purusho, tathapi
kyarek je sphurti buddhikthor mudra
sanskar ankit mukhakritio pare ko,
utsah tyan adam satyagweshnano
a gaDh senasarita tatmedniman
jyantyan badhe tarawre taw, bandhu, chhero
hun pamwa karun ahin taw, bandhu, chhero
peris,10 11 1971 (dharawastr)
ardhun mahangar wintti, ramybhawya
hai dweep chhati par mandir notrdam,
whe saumya senasarita; ahinno tun jeew
sena tate janamiyo kawi gurjrino
bandhu, hatun bahu tane, hun pasari pankho
na bharte ja pan bharatpar bhalun
jhali hun anguli pharyo khabre rahi na
tun lai jato ramatmanh ahin jo, puran
bhumadhya sanskritimaDhyo sar sho samudr
a slaw lok, wali chek praja, pane tyan
sarbo tanan prakhar shan ranshaurya! anglo
na ekla ja kadi yurapman tun joto!
mukyo kadi na pag tyan, pan bhumisattw
sanskarashri nasanse dhabkant tari
a khanD, rashtrkul, lokasmuh nyara
hun joun – mohun, naw haiyun dharay keme;
joyel jeh taw sangatiman shun purwe!
a hun hawa shwasun, bhale mahin snehdhup
tari udartar sanskriti chahnano,
sarwasprishant taw sanskriti sadhnano
a perise chamaktan namnan sharabi
strio tanan pranaykampit lochnoman
abha tare hridayni abhijat koi
ne saushthwe suhat aa purusho, tathapi
kyarek je sphurti buddhikthor mudra
sanskar ankit mukhakritio pare ko,
utsah tyan adam satyagweshnano
a gaDh senasarita tatmedniman
jyantyan badhe tarawre taw, bandhu, chhero
hun pamwa karun ahin taw, bandhu, chhero
peris,10 11 1971 (dharawastr)
સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2005