Kanabi Stree Nu Shabdchitra - Metrical Poem | RekhtaGujarati

કણબી સ્ત્રીનું શબ્દચિત્ર

Kanabi Stree Nu Shabdchitra

દલપતરામ દલપતરામ
કણબી સ્ત્રીનું શબ્દચિત્ર
દલપતરામ

કશી લીધેલો કાછડો, છુટો છેડો છેક;

પોચ્યો પગની પાનિયે, વરવો વસ્ત્ર વિવેક.

લટકે લીરા લુગડે, અંગે અધમણ મેલ;

ચૉરી ચડતાં ચોટલે, ધર્યું હશે ધૂપેલ.

કમર કશી શણગટ કરી, લટકે લટ લે લાડ;

હુડા હુડા હોહો કહી, તાણી પાડે ત્રાડ.

ગોફણમાં ગોળા ધરી, ફેંકે ફરતી દીશ;

નજર વડે તે નિરખતાં, અંતર હસ્યો અધીશ.

ટોળું મૃગનું ત્યાં કણે, ખેતરમાં કણ ખાય;

હારી મારી હાક પણ, જનાવરો નવ જાય.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002