amar itihase - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમર ઇતિહાસે

amar itihase

દેશળજી પરમાર દેશળજી પરમાર
અમર ઇતિહાસે
દેશળજી પરમાર

ભમો ઝંઝાવાતો

ખમો વજ્રાઘાતો હૃદય પળ ના દુર્બળ કરો;

તમારા માર્ગમાં અધિક બળિયું પૌરુષ ભરો:

નખશિખ નિરાશા પરહરો. ૧

યુવાનો સત્કર્મે

પ્રજાના આદર્શે પ્રગતિમય ઉદ્ધાર સજશે;

પ્રયાણોના પંથે વિશદ પુનરુત્થાન ભજશે;.

શિવસ્વરૂપ સૃષ્ટિ સરજશે. ર

ઊગેલાં સ્વપ્નોનું

અધૂરા યત્નોનું જતન કરવા જાગ્રત રહો;

નવા સંસ્કારોનું મધુર ગરવું ઓજસ વહો:

પરમ વિભુ આદેશ ઉચરો

મહાહેતુ માટે

મહાસિદ્ધિ સાટે અડગ દિલથી અંત મથવું;

ગ્રહીને સંજોગો જગ સકલને શેાધી વળવું:

અખૂટ ઉલટે લક્ષ્ય રળવું. ૪

ઊંડા અંતર્નાદે

ઊંચા આશાવાદે યુવકજન હો! રાષ્ટ્ર રચવું;

પુરાતા પાયાના ચણતરમહીં પથ્થર થવું:

અમર ઇતિહાસે ભળી જવું. પ

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2