રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએ સ્નેહનાં સ્મરણ કૈં સઘળાં સર્યાં શું?
છોડી જતાં ચરણ ના અટકી પડ્યા શું?
ના - ના - ઘટે ન પ્રિયને કદિ દોષ દેવો,
જાણું શુચિ હૃદય એ નભ શુભ્ર જેવો.
તારા અનંત ઉરને જગબન્ધનો શાં?
તારાં અખંડ ઉરવ્હેણ રહે શું રોક્યાં?
એ વ્યોમવિસ્તૃતપટે વળી અન્ત શાનો?
નિ:સીમ સ્નેહજળને ક્યમ હોય આરો?
શું દૂર દૂર કંઈ તેજથકી પડી હું?
જાણ્યો નહીં હૃદયથી કદિ સ્નેહને શું?
નિઃસ્વાર્થ સ્નેહ કદિ અંતર ના ધર્યો શું?
નિષ્કામ અર્પણ કદીય નહીં કર્યું શું?
અર્પી સુવાસભર કૈં ફૂલપાંદડી એ
સ્નેહીય કાં જીવનમાં પ્રતિસ્નેહ માંગે?
સિદ્ધાર્થ થાય તજીને મુજને સુખી એ,
આંસુ કદીય નયને ઘટતાં ન મારે.
ઊડી રહે વિમલ સુન્દર પન્થ તારે,
ઇચ્છું છતાંય ઊડવા નવ પાંખ મારે.
ઊંચા વિહાર પ્રિયના રહું વ્યોમ પેખી,
ને - વ્યર્થ મોહ જગના દઉં કૈં વિસારી.
ને - આંસુડાં કદિય નેનથકી પડે તો—
તારા નવીન પથમાં કદિયે નડે તો—
દેજે ક્ષમા સહજ નિર્બલતા ગણીને,
હાવાં - અટૂલી, અસાહ શી એક - એને.
e snehnan smran kain saghlan saryan shun?
chhoDi jatan charan na atki paDya shun?
na na ghate na priyne kadi dosh dewo,
janun shuchi hriday e nabh shubhr jewo
tara anant urne jagbandhno shan?
taran akhanD urawhen rahe shun rokyan?
e wyomwistritapte wali ant shano?
nihsim snehajalne kyam hoy aaro?
shun door door kani tejathki paDi hun?
janyo nahin hridaythi kadi snehne shun?
niswarth sneh kadi antar na dharyo shun?
nishkam arpan kadiy nahin karyun shun?
arpi suwasbhar kain phulpandDi e
snehiy kan jiwanman prtisneh mange?
siddharth thay tajine mujne sukhi e,
ansu kadiy nayne ghattan na mare
uDi rahe wimal sundar panth tare,
ichchhun chhatanya uDwa naw pankh mare
uncha wihar priyna rahun wyom pekhi,
ne wyarth moh jagna daun kain wisari
ne ansuDan kadiy nenathki paDe to—
tara nawin pathman kadiye naDe to—
deje kshama sahj nirbalta ganine,
hawan atuli, asah shi ek ene
e snehnan smran kain saghlan saryan shun?
chhoDi jatan charan na atki paDya shun?
na na ghate na priyne kadi dosh dewo,
janun shuchi hriday e nabh shubhr jewo
tara anant urne jagbandhno shan?
taran akhanD urawhen rahe shun rokyan?
e wyomwistritapte wali ant shano?
nihsim snehajalne kyam hoy aaro?
shun door door kani tejathki paDi hun?
janyo nahin hridaythi kadi snehne shun?
niswarth sneh kadi antar na dharyo shun?
nishkam arpan kadiy nahin karyun shun?
arpi suwasbhar kain phulpandDi e
snehiy kan jiwanman prtisneh mange?
siddharth thay tajine mujne sukhi e,
ansu kadiy nayne ghattan na mare
uDi rahe wimal sundar panth tare,
ichchhun chhatanya uDwa naw pankh mare
uncha wihar priyna rahun wyom pekhi,
ne wyarth moh jagna daun kain wisari
ne ansuDan kadiy nenathki paDe to—
tara nawin pathman kadiye naDe to—
deje kshama sahj nirbalta ganine,
hawan atuli, asah shi ek ene
સ્રોત
- પુસ્તક : રાતરાણી (પૃષ્ઠ ક્રમાંક 34)
- સર્જક : ચંદ્રિકા પાઠકજી
- પ્રકાશક : પ્રો. મોહનલાલ પાર્વતીશંકર દવે
- વર્ષ : 1944