hridaykamal ni juthi aash - Metrical Poem | RekhtaGujarati

હૃદયકમળની જૂઠી આશા

hridaykamal ni juthi aash

કલાપી કલાપી
હૃદયકમળની જૂઠી આશા
કલાપી

રે ભોળી! જલઝૂલતી કમલિની! કાં ભૂલ? વ્હાલી સખી,

જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ ઊજળી?

આશા વ્યર્થ ધરે રવિ-સુકરની સંધ્યા સમે, બાપલા!

તો હિમપતિ શશી નીકળશે, ના ના પતિ હે હલા!

પોચું દિલ તું સમું સુમન છે, તેણે ગ્રહી આશ'તી,

જાણ્યું સૂર્ય થઈ પ્રફુલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી;

ના તે તે નીકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું,

જૂઠી આશ દઝાડતી સુમનને, ભૂલે તે ઝાળ તું!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004