hridayamani - Metrical Poem | RekhtaGujarati

(શિખરિણી)

કરી ડોકી લાંબી મયુર મૃદુ શબ્દો ઉચરતા,

મળે કયારે સ્નેહી ગગનઘન એવું નિરખતા,

મળ્યો તેને પ્યારો તદપિ હજુ મૂને નહિ મળ્યો,

અભાગી તો હું છું અધરરસ પિયુનો નહિ મળ્યો;

મળી વર્ષાને જો ભગિનિ ચપળા રૂપ વિમળા,

મળ્યો ભ્રાતા સ્નેહી પવન શિતળો સાહ્ય કરવા,

વળી ભેટી પ્રેમે, પિયુશું હૃદયે ચાતકિ ખરે,

મને ભેટયો નાંહીં હૃદયમણિ શાને તું હજુએ?

સ્રોત

  • પુસ્તક : ક્લાન્ત કવિ (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : ઉમાશંકર જોષી
  • પ્રકાશક : ગૂજરાત સાહિત્ય સભા
  • વર્ષ : 1942